તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપનાં શાસનમાં આયુર્વેદ કોલેજો ખાડે ગઈ: કોંગ્રેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આયુર્વેદ તબીબોને વર્ગ-૨ના અધિકારીના લાભ અપાયા નથી

ગુજરાતમાં ભાજપ સરકારનાં ૧૦ વર્ષનાં શાસનમાં રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ આયુર્વેદ કોલેૂજો ખાડે ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. લોકસભાની ચૂંટણીને પગલે આયુર્વેદ તબીબો યાદ આવતાં મુખ્યમંત્રી સમારંભ યોજી રહ્યા છે પરંતુ આજ સુધી આયુર્વેદ તબીબોને વર્ગ-૨ના અધિકારીના સરકારે કોઈ લાભ આપ્યા ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

આયુર્વેદના રાષ્ટ્રીય અધિવેશનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરીને રાજકીય પ્રસિદ્ધિને તાયફો ગણાવતાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપનાં ૧૦ વર્ષનાં શાસનમાં એક પણ આયુર્વેદ ડોક્ટરની કાયમી ભરતી કરાઈ નથી. વર્ષ ૨૦૦પમાં રાજ્ય સરકારે રૂ. ૭પ૦૦ના ફિક્સ પગારથી ૧૩૦૦ આયુર્વેદ તબીબોની ભરતી કરી હતી, પરંતુ ૯ વર્ષ પછી પણ આ તબીબોને કાયમી કરાયા નથી. એ જ રીતે આયુર્વેદ તબીબોને વર્ગ-૨ના લાભ પણ અપાયા નથી.

લોકસભાની ચૂંટણી આવતાં સગવડિયો આયુર્વેદ પ્રેમ ઉભરાયો હોવાનું કહેતાં ડો. દોશીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં ૪ સરકારી અને ૪ ગ્રાન્ટેડ કોલેજમાંથી ૬ આયુર્વેદ કોલેજ ભાજપના શાસનમાં મૃત:પ્રાય થઈ છે. કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલી ગુજરાતની વડોદરાસ્થિત મહિ‌લાઓ માટેની એકમાત્ર આર્યકન્યા આયુર્વેદ મહાવિદ્યાલય ભાજપશાસકોના પાપે બંધ થઈ છે.

ભાજપ સરકારે વર્ષ ૨૦૦૨માં વિધાનસભા દીઢ એક આયુર્વેદ દવાખાનાની જાહેરાત કરી હતી, પરંતુ ૧૨ વર્ષ થવા છતાં એક દવાખાનું અસ્તિત્વમાં નથી. કોલવડામાં આયુર્વેદ રિસર્ચ સેન્ટર સ્થાપવાની વર્ષ ૨૦૦૬માં જાહેરાત થઈ હતી, પરંતુ તેનું આજ સુધી અસ્તિત્વમાં આવ્યું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો