ગ્રાઉન્ડ રિપોર્ટ: અમદાવાદ બેઠક આંચકી લેવા કોંગ્રેસ માટે કપરાં ચઢાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-બેઠક આંચકી લેવા કોંગ્રેસ માટે કપરાં ચઢાણ
ભાજપે સીટિંગ સાંસદને રપિીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે ભારે આંતરિક વિરોધ વચ્ચે ઈશ્વર મકવાણાને ટિકિટ આપેલી છે. ઈશ્વર મકવાણાને પોતાના જોરે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવાનો પુરુષાર્થ કરવાનો આવ્યો છે. જ્યારે ડૉ.. કિરીટ સોલંકી મોદીના નામે આ વખતે પણ તરી જવાનો મનસૂબો ધરાવે છે.
ભારતીય જનતા પક્ષ માટે રાજ્યમાં મજબૂત ગણાતી બેઠકોમાંથી એકમાં અમદાવાદ પશ્ચિમનો સમાવેશ થાય છે. કોંગ્રેસ માટે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવાનું ભગીરથ કાર્ય છે. મતવિસ્તારોના નવા સીમાંકન બાદ ૨૦૦૯માં આ બેઠક પર પહેલી ચૂંટણી થયેલી અને તેમાં ભાજપના ડૉ.. કિરીટ સોલંકી ૯૧,૧૨૭ મતોથી જીત્યા હતા. આ મતવિસ્તારમાં જે વિધાનસભા મતક્ષેત્ર આવરી લેવાયા છે તેમાં અમરાઈવાડી, એલિસબ્રિજ, જમાલપુર-ખાડિયા, મણિનગર, અસારવા, દરિયાપુર અને દાણી લીમડા એમ સાતનો સમાવેશ થાય છે અને તેમાંથી દરિયાપુર અને દાણીલીમડાને બાદ કરતાં પાંચ પર ભાજપના ધારાસભ્યો છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...