વિશ્વ પર્યાવરણ દિને સીઇઇમાં યોજાશે સ્પર્ધા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાં સેન્ટર ફોર એન્વાયરન્મેન્ટ એજ્યુકેશન ખાતે 'પર્યાવરણ દિન’ની ઉજવણીનું આયોજન કરાયું છે. જેની થિમ 'ગ્રીન ઇકોનોમી’ રાખવામાં આવી છે. આ વર્ષની ઇવેન્ટ્સમાં ફનગેમ્સ, કોમ્પિટીશન્સની સાથે અન્ય એક્ટિવીટીઝ પણ રાખવામાં આવશે. બાળકો,યંગસ્ટર્સ અને એડલ્ટ્સને પર્યાવરણ માટેનો તેમનો એટિટ્યુડ બદલવા, પર્યાવરણને સાચવવા માટેનાં વિકલ્પો માટેની માહિ‌તી આપવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રોગ્રામ સી.ઇ.ઇ કેમ્પસ અને સુંદરવન ખાતે યોજવામાં આવ્યાં છે. આ અંગે વાત કરતાં કો-ઓર્ડિનેટર પાર્થેશ પંડયાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને પર્યાવરણ માટેનો અભિગમ બદલાય તે માટેનો છે. તેમને પર્યાવરણને સાચવવા માટેનાં વિકલ્પો દર્શાવવા માટેનો છે. આ કાર્યક્રમમાં આર્ટ-ક્રાફ્ટ એક્ટિવિટીઝ, કલ્ચરલ પ્રોગ્રામ્સ, કોમ્પિટીશન્સ, સ્લોગન રાઇટીંગ, એક્ઝિબિશન્સ, ફૂડ સ્ટોલ્સ અને બર્ડ વોચિંગ, સોલર કુકર મેકિંગ વર્કશોપ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે ૯ વાગ્યાથી શરુ થઇને સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. આ ઉપરાંત એડવેન્ચર એક્ટિવીટીઝ એટલે કે ચામાચિડીયા, સાપ વગેરેનો લાઇવ શો વગેરનું આયોજન સવારે ૯ વાગ્યાથી ૬ વાગ્યાં સુધી સુંદરવન ખાતે કરવામાં આવ્યુ છે. પરવેઝ મુર્શિ‌દ, ચિફ ટેક્નિકલ ઓફિસર ઇલેક્ટ્રોનિક વેસ્ટેજને અટકાવો સામાન્ય ઘરોમાં બે-થી ત્રણ મોબાઇલ ફોન્સ, લેપટોપ્સ, ટીવી વગેરે જુનાં થતાં લોકો તેનું સેલિંગ કરી નાખે, તેને બાળી અથવા ફેંકી દે તેમાં પણ પર્યાવરણને નુકસાન થતું હોય છે. અમે ઈલેક્ટ્રોનિક વેસ્ટેજને ઇ-વેસ્ટને રિયુઝ કરીને પ્રાઇમરી સ્કુલ્સ કે હોસ્પિટલ્સમાં મુકાવીએ છે. તો કેટલીક વખત રિપ્લેસ પણ કરતાં હોઇએ છે. કેટલાંક રિપેઇરેબલ ઇલેક્ટ્રોનિક વેસ્ટેજને અમે રિપેર કરીને યુઝમાં પણ લેતાં હોઇએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે લોકો ઇ-વેસ્ટેજને અટકાવે અને પર્યાવરણની રક્ષા કરે.