તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંડિત અજય ચક્રવર્તીએ ગાયો રાગ જોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે લાયન્સ હોલમાં તાલ વાદ્ય સ્પર્ધાના પરિણામની સાથે પં.નંદન મહેતા શાસ્ત્રીય સંગીત સમારોહમાં પંડિત અજય ચક્રવર્તી‍નું પરફોર્મન્સ યોજાયું હતું જેમાં 'જલ મેં નાવ રહે તો ચૈન સે ચલે સબ લોગ, નાવ જબ જલ ભરે તો વિપદા મેં પડે લોગ’ રચના સાથે રાગ જોગની પ્રસ્તુતી કરી હતી. જો કે પછીથી તેમણે રાગ પહાડીમાં 'હરિઓમ તત્સત’ ધૂન રજૂ કરી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.

આ કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં ઉસ્તાદ અકરમ ખાને એકલ તબલાવાદનમાં ૧૬ માત્રામાં તીન તાલ રજૂ કર્યો હતો. તાલ વાદ્ય સ્પર્ધામાં મુંબઈના સ્વિપ્નલ ભીંસે અને પંજાબના જ્ઞાનસિંહે પ્રથમ રેન્ક મેળવ્યો છે.મુંબઈના ચંદ્રશેખર ગાંધીએ સેકન્ડ રેન્ક મેળવ્યો છે. જ્યારે અમદાવાદના રિદ્ધિશ વોરાએ આ સ્પર્ધામાં ત્રીજો રેન્ક મેળવ્યો છે. આ સ્પર્ધામાં ઓલ ઈન્ડિયા લેવલથી ૨પ કલાકારો ભાગ લીધો હતો અને તબલા અને પખાવજ ઉપર પર્ફોમ કર્યુ હતું.

આગળ જુઓ વધુ તસવીરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો