સિવિલનો નર્સિંગ સ્ટાફ ૨૯મીએ માસ સીએલ પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ મુદ્દાને પગલે સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફે ૨૯મીએ માસ સીએલ પર જવાનો નિર્ણય કર્યો છે. તેમજ હાલમાં પણ હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત તમામ નર્સો સિવિલ ડ્રેસમાં ફરજ બજાવીને બહિષ્કાર કરી રહી છે. ત્યારે આગામી ૨૯મીનાં રોજ તમામ નર્સો માસ સીએલ પર જશે તો હોસ્પિટલની કામગીરી ખોરવાઇ જશે. જેને પગલે સરકાર સત્વરે નિર્ણય લઇને આ આંદોલન ઉગ્ર બને તે પહેલાં યોગ્ય નિર્ણય લેવો જોઇએ. તેમ જહાંગીરપુરા યૂથ એન્ડ ફ્રેન્ડઝ સર્કલ, અસારવાનાં સામાજિક કાર્યકર પ્રવિણસિંહ દરબારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતુ.