અ’વાદનું 'બુધન બોલતા હૈ’ દિલ્હીમાં, જંતરમંતરમાં કરશે જલશો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં દિલ્હીનું જંતરમંતર મેદાન પોલિટિકલ દેખાવો કરવા માટે ફેમસ છે પણ હવે અમદાવાદનું બુધન થિયેટર ગ્રૂપ આ જંતરમંતર ખાતે 'બુધન બોલતા હૈ’ નાટક ભજવશે. દેશને આઝાદી મળી ત્યારથી વિચરતી-વિમુક્ત જાતિના પ્રશ્નો આજે પણ સોલ્વ થયા નથી અને તેમને એક ક્રિમિનલની નજરે જોવામાં આવે છે. આ ઇશ્યૂના સોલ્યુશન માટે જંતરમંતરના સ્ટેજ પર અમદાવાદનું બુધન ગ્રૂપ ૧૪ નવે.ના રોજ નાટકના માધ્યમથી અત્યાચારના રિયલ કેસીસનું ડ્રામેટાઈઝેશન કરશે. આ જાતિના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે આ નાટક પ્રથમ વાર દિલ્હી ખાતે ભજવાઇ રહ્યું છે.

નાટકમાં શું છે?
આ ૪૦ મિનિટનું નાટક છે જેમાં ૧૧ જેટલા પાત્રોનો સમાવેશ કરાયો છે. નાટકમાં બુધન, અલકા કાલે, શ્યામલી અને દિપક પરમાર સહિ‌તના કેરેક્ટર સ્ટેજ પર અત્યાચારના રિયલ કેસીસનું ડ્રામેટાઈઝેશન કરશે. તેમાં પણ ૧૯૯૯માં સાલાપુરમાં દીપક પરમારનું પોલીસ કસ્ટડીમાં જ મોત થયું હતું તે સત્ય ઘટનાને થિયેટર ગ્રૂપના મયૂર ચૌહાણ સ્ટેજ પર ભજવશે. ૨૦૦૦ની સાલમાં મહારાષ્ટ્રમાં ગર્ભવતી અલકા કાલે પર દુષ્કર્મ બાગ તેણે કેવી યાતનો ભોગવેલી તે કેસનું કલ્પના ગાગડેકર ડ્રામેટાઈઝેશન કરશે.