• Gujarati News
  • China President Xi Jinping Welcome Preparation Ahmedabad Latest

ચીની પ્રમુખને 52 નહીં 100 વાનગી પીરસાશે: મુલાકાતને સંભારણુ બનાવવા ધમધમાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રિવરફ્રંન્ટ ખાતે તૈયાર કરાયેલ શમિયાણો દુરથી નજરે પડે છે)
- ખુશ્બુ ગુજરાત કી : VVIP માટે વોટર પ્રૂફ અને ફાયર પ્રૂફ શમિયાણો બાંઘવામાં આવશે
- તાજ ઉમેદ : હોટેલને ડિનર માટે કેટરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો
- શાકાહારી : ભોજનની વાનીઓનો રસથાળ પિરસવામાં આવશે
- રિવરફ્રંટ : પર મોદી અને જિનપિંગ 1 કિલોમીટર ‘વોક ધ ટોક’ કરશે
- ડિનરમાં ગુજરાતની પરંપરાગત વાનગીઓ, 250થી વધુ મહાનુભાવો ડિનરનો આસ્વાદ માણશે

અમદાવાદ : ચીનના પ્રમુખ જિનપિંગ અમદાવાદ શહેરની એક દિવસની મુલાકાત દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિનર લેવાના છે. આ ડિનરમાં ચાઇનીઝ કે નોને વેજની એક પણ વાનગી રાખવામાં આવી નથી અને ચીનના પ્રમુખ ગુજરાતી ભાણાની લિજ્જત માણે તે માટે તેમને બાજરીનો રોટલો મસાલા ખીચડી સહિતની કાઠિયાવાડી અને ગુજરાતી વાનગીઓ પિરસવામાં આવશે. કુલ 250થી વધુ લોકો માટે 100 જેટલી ગુજરાતી-કાઠિયાવાડી વાનગીઓ તૈયાર કરવામાં આવશે. ડિનરમાં સૂપથી માંડીને ડેઝર્ટ સુધી બધી જ વસ્તુ હશે.

જિનપિંગ અને નરેન્દ્ર મોદીના ડિનરના કેટરિંગનો કોન્ટ્રાક્ટ તાજ ગેટ વે ઉમેદને આપવામાં આવ્યો છે. જેના ફૂડ એન્ડ બેવરેજ મેનેજર કૌત્સવ મુખરજી સાથે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ કરેલી ખાસ વાતચીતમાં તેમણે જિનપિંગ અને નરેન્દ્ર મોદીના ડિનર માટે તૈયાર કરવામાં આવી રહેલી વાનગીઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડિનરમાં ગુજરાતની ખુશ્બુ હશે. નોનવેજ વાનગીઓ બનાવશે નહિ. જ્યારે બંને મહાનુભાવો ડિનર કરશે ત્યારે તેમને સંપૂર્ણ ગુજરાતી સ્વાદનો અનુભવ કરાવવામાં આવશે. જેની હાલ અમારા સ્ટાફ દ્વારા પુરજોશમાં તૈયારી શરૂ કરી દેવાઇ છે. અમારા અનુભવી શેફ તેની તૈયારીમાં લાગી ગયા છેે.

- વાનગીઓ

કેરીનો રસ, પૂરણ પોળી, શ્રીખંડ-મઠો, ડ્રાયફ્રુટ, બદામ, અખરોટ અંજીરનો હલવો, રસ મલાઇ
રોટલી, બિસ્કીટ ભાખરી, રોટલો, વઘારેલો રોટલો, આંઢવો, ઢોકળા-પાત્રા, લીલવાની કચોરી
રીંગણનો ઓળો, ખાળિયું, વઘારેલા-લસણિયા બટાકાનું શાક, સેવ ટામેટાનું શાક, ઢોકળીનું શાક, થેપલા, કેરીનું અથાણું, દાળ-ભાત, કઢી, મસાલા ખીચડી, પુલાવ જેવી ચીજો પણ બનાવાશે, 10થી વધુ ફ્લેવરના આઇસક્રીમ, પહાડી ખીર, લસ્સી, મસાલા છાસની સાથે ફળોનો રસ
આગળ વાંચો યાત્રાની સાથે સાથે, હાઇ સિક્યુરિટી ઝોન, 13 ટીમ: ચીની રાજદૂત આજે શહેરમાં