અ’વાદમાં બિહારી માહોલઃ હજારો લોકો નદીના તટ પર ઊમટ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ઉત્તરભારતીયો દ્વારા ઊજવાયું છઠ પૂજાનું પર્વ
સૂર્યદેવની પૂજા કરવા હજારો લોકો નદીના તટ પર ઊમટયા
યુપી-બિહારના વતનીઓ દ્વારા કલ્ચરલ ઇવેન્ટ યોજાઈ


શહેરમાં વસતા ઉત્તરભારતીયો દ્વારા શુક્રવારના રોજ છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસને સૂર્ય ષષ્ઠિ‌ તરીકે પણ ઊજવવામાં આવે છે. જેમાં સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસે વ્રત પણ રાખે છે. શુક્રવારના રોજ સાંજે પ.પ૭ ઢળતા સૂર્યને અધ્ર્ય આપ્યું હતું અને સાતમના દિવસે સવારે લોકોએ ૬.પ૦ કલાકે ઉગતા સૂર્યની પૂજા કરી વ્રત પૂર્ણ કર્યું હતું.

એક અંદાજ મુજબ અમદાવાદમાં આશરે ૭ લાખ પરિવારો જેટલા ઉત્તરભારતીય પરિવારો વસે છે. તેમના દ્વારા શહેરમાં દર વર્ષે સાબરમતી નદીના કિનારે અલગ અલગ ઘાટો પર છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
તસવીરઃ કલ્પિત ભચેચ