કમિશનર કચેરીમાં ચોરાયેલું બાઇક ચેકિંગ કરતી પોલીસને ના દેખાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસ કમિશનર કચેરીમાંથી ચોરાયેલા બાઇકના નંબર સાથે કંટ્રોલ મેસેજ બ્રોડકાસ્ટ કરાવાયો હતો અને શહેરભરમાં કડક વાહનચેકિંગ કરી રહેલી પોલીસને સૂચના અપાઇ હતી કે જે તે નંબરનું બાઇક દેખાય તો તરત જ તેને અટકાવવું, પણ બાઇક લઇને જનાર યુવક આખા શહેરમાં તે બાઇક લઇને ફર્યો પણ કમનસીબે તે બાઇક આપણી પોલીસની નજરે ન જ પડયું.

બુધવારે પોલીસ કમિશનર કચેરીમાંથી એક યુવકનું બાઇક ચોરાઇ ગયું હોવાની જાણવાજોગ ફરિયાદ માધવપુરા પોલીસ મથકે નોંધાઇ હતી. ઉપરાંત આ બાઇકના નંબર સાથે કંટ્રોલ મેસેજ બ્રોડકાસ્ટિંગ કરાવાયો હતો અને જે તે નંબરની બાઇક ક્યાંય પણ દેખાય તો તરત જ તેને અટકાવવા માટે આદેશ અપાયો હતો.

રોડ પર પેટ્રોલિંગ અને વાહનચેકિંગ કરી રહેલી તમામ પોલીસ પાસે બાઇકનો નંબર હતો, જ્યારે બાઇક લઇને જનાર યુવક શહેરમાં બિન્દાસ્ત ફરતો હતો. પરંતુ તેને કોઇ પોલીસવાળાએ અટકાવ્યો પણ નહોતો.જોકે આખરે બાઇક લઇને જનાર યુવકને જ પોતાના બદલે બીજાનું બાઇક લઇ આવ્યો હોવાની જાણ થતાં તે પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને પોતાનું બાઇક લઇ ગયો હતો, જ્યારે જે તે યુવકને તેનું બાઇક પરત કર્યું હતું.