અ’વાદની ઘટનાઃ દીકરાની કિડનીના ઓપરેશન માટેના રૂપિયા નકલી પોલીસ લૂંટી ગઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરસપુર ગુરુદ્વારા પાસે શેખ પરિવાર સાથે બનેલી ઘટના, ઓપરેશનના ૪.પ૦ લાખ નકલી પોલીસ લૂંટી ગઈ
દીકરાની કિડનીના ઓપરેશન માટેના ૪.પ૦ લાખ નકલી પોલીસ લૂંટી ગઈ


દીકરાની કિડની ફેલ થઇ જતાં માતા પોતાની કિડની આપવા તૈયાર થઇ ગઇ જ્યારે સગાંસંબંધી અને મિત્રો વર્તુળોએ ઓપરેશન માટે રૂ.૪.પ૦ લાખ ભેગા કરીને પણ આપી દીધા.પરંતુ રસ્તામાં પોલીસ તરીકે ઓળખાણ આપીને ચેકિંગના બહાને તે જ પૈસા બે ગઠિયાઓ લૂંટી ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સરસપુર ગુરુદ્વારા પાસે બનેલી આ ઘટનામાં પરિવારનો જ કોઇ સભ્ય સંડોવાયેલો હોવાની અથવા તો પછી આ લૂંટની ઘટના ખોટી રીતે ઊભી કરવામાં આવી હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ગોમતીપુર મરિયમબીબીની ચાલીમાં રહેતા તસ્લીમઆરીફ ઈકબાલભાઇ શેખે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તા.૨૯ જૂનના શનિવારે રાતે ૧૧ વાગ્યે તેઓ એક્ટિવા લઇને સરસપુર ગુરુદ્વારા ખાલસા સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પલ્સર બાઈક ઉપર આવેલા બે પુરુષોએ તેમને રોક્યા હતા અને પોલીસ તરીકે ઓળખાણ આપીને ચેકિંગ શરૂ કર્યુ હતું.આટલું જ નહીં બંને જણાં તસ્લીમઆરીફ પાસેના રોકડા રૂ.૪.પ૦, એક્ટિવા અને મોબાઈલ ફોન મળીને રૂ.પ.૦૨ લાખની મત્તા લૂંટી ગયા હતા.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ