અમદાવાદમાં ચાર્જેબલ FSI પ૦% વધી: મકાનો સસ્તાં થવાની શક્યતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઔડાનો ડેવલપમેન્ટ પ્લાન, નવાં ૬૮ ગામોની જમીનો છૂટી કરી ત્યાં નવાં બાંધકામોને મંજૂરી આપવામાં આવી

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ(ઔડા)એ જાહેર કરેલા ડેવલપમેન્ટ પ્લાનમાં સમગ્ર શહેરમાં નવા બાંધકામને મળતી ફ્રી એફએસઆઈ યથાવત્ રખાઈ છે જ્યારે ચાર્જેબલ એફએસઆઈમાં પ૦ ટકાનો વધારો કરાયો છે અને આ વધારો જંત્રીના ૪૦ ટકા પ્રમાણે વસૂલ કરવામાં આવશે. આમ છતાં નવા મકાનોના ભાવ ઘટે તેવી શક્યતા જણાઈ રહી છે. એટલું જ નહીં શહેરનો વિકાસ વર્ટિ‌કલ થશે. આ ઉપરાંત પ્લાનમાં નવાં ૬૮ ગામોની જમીનો છૂટી કરી ત્યાં નવાં બાંધકામોને મંજૂરી આપવામાં આવી છે. ચાર્જેબલ એફએસઆઈમાં વધારો કરવાથી નાગરિકોને સસ્તાં મકાન મળી રહેશે તેવો સત્તાવાળાઓનો દાવો છે, જોકે બિલ્ડરો નાગરિકોને કેટલો ફાયદો પૂરો પાડે છે તે જોવાનું રહેશે.

ઔડાની ર્બોડ બેઠકમાં ચેરમેન ધર્મેન્દ્ર શાહ તથા મુખ્ય કારોબારી અધિકારી ડી.થારાએ અમદાવાદનો વિકાસનકશો ૨૦૧૨-૨૨નો ડાફ્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે એફએસઆઈમાં વધારો કરાયો છે અને જેટલો વધારો છે તે તમામ ચાર્જેબલ રહેશે. જૂના ડેવલપમેન્ટ પ્લાનમાં જે એફએસઆઈ હતી તે જ માત્ર ફ્રી રહેશે, બાકી નવી એફએસઆઈનો ચાર્જ ભરવાનો રહેશે.

નવા પ્લાનમાં એફોર્ડેબલ હાઉસિંગ ઝોનની રચના કરાઈ છે. જેમાં ૮૦ ચો.મી. સુધીનાં આવાસો માટે ચાર્જેબલ એફએસઆઈ રાહત અપાશે. આર-વનમાં એફએસઆઈ ૧.૮ હતી તેની ૨.૭ કરાઈ છે. આર-ટુમાં ૧.૨ હતી તેની ૧.૮ કરાઈ છે અને આર-થ્રીમાં કોઈ સુધારો કરાયો નથી.

બીઆરટીએસ અને મેટ્રો કોરીડોરમાં ૨૦૦ ચો.મી. ૪ની એફએસઆઈ આપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વમાં નેશનલ હાઈવે (નરોડા) ૧૩૨ ફૂટ રિંગરોડ (મેટ્રો) વચ્ચે હાઈ-ડેન્સિટી કોરીડોર ૪ એફએસઆઈ કરવાની ભલામણ છે. તેમજ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ માટે ખાસ એફએસઆઈની જોગવાઈ કરી છે, જેમાં આશ્રમરોડ પર એલિસબ્રિજથી ઉસ્માનપુરા તથા પૂર્વમાં ગાંધીબ્રિજથી દૂધેશ્વર સુધી પ.૪ એફએસઆઈ કરાશે. આ વધારાની તમામ એફએસઆઈ ચાર્જેબલ રહેશે.

પાર્કિંગ માટે જોગવાઈ ખાસ કરાઈ છે. જેમાં રહેઠાણમાં ૧પ ટકાના બદલે ૨૦ ટકા, કોમર્શિ‌યલમાં ૩૦ ટકાના બદલે પ૦ ટકા અને મોલ, મલ્ટિપ્લેક્સમાં ૧ ચો.મી.ના બદલે ૬૦ ટકા એફોર્ડેબલ હાઉસિંગ માટે ૧૦ ટકા પાકિગની જોગવાઈ કરાઈ છે.

રહેણાકનાં મકાનો પર શું અસર થશે? વાંચવા માટે તસવીરો બદલો...