વૃદ્ધના ગળામાંથી સોનાનો દોરો તોડી બાઇકર્સ ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચેઈન સ્નેચર્સનું નવું ટાર્ગેટ મોર્નિંગ વોકર્સ
- વસ્ત્રાપુર સેવાસદન પાસેના દીપ ટાવર પાસેની શનિવારની સવારની ઘટના

અમદાવાદમાં બેફામ બનેલા લુટારુઓ અને ચેઇનસ્નેચરોને પકડવા માટે પોલીસ રાઉન્ડ ધી કલોક નાકાબંધી અને પેટ્રોલિંગ કરી રહી છે, તેમ છતાં ચેઇનસ્નેચર્સ શહેરમાં આતંક મચાવી રહ્યા છે. શનિવારે સવારે વસ્ત્રાપુરમાં મોર્નિંગ વોક કરવા નીકળેલા ૬૪ વર્ષીય પુરુષના ગળામાંથી બાઇકસવાર બે યુવક રૂ. ૪૫ હજારની કિંમતનો સોનાનો દોરો તોડીને નાસી ગયા હતા.

વસ્ત્રાપુરના જજીસ બંગલો વિસ્તારમાં આવેલા ગોયલ ટેરેસમાં રહેતા ૬૪ વર્ષીય ઘનશ્યામભાઈ બિહારીલાલ સોની ૨૬મી એપ્રિલે સવારે ઘરેથી મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. સવારે ૬.૧૫ વાગ્યે ઘનશ્યામભાઈ સોની વસ્ત્રાપુર સેવાસદન પાસે આવેલા દીપ ટાવરની બાજુના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બાઇક પર સવાર આશરે ૨૫થી ૩૦ વર્ષના બે યુવક તેમની નજીક આવ્યા હતા અને તેમના ગળામાંથી રૂ. ૪૫ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી નાસી ગયા હતા. આ અંગે ઘનશ્યામભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.