ગુજરાતમાં કોણ સુરક્ષિત? પૂર્વ સાંસદના પત્નીના દોરાની તફડંચી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ સાંસદ સ્વ. મુકેશ ગઢવીનાં પત્ની સહિ‌ત ૪ના સોનાના દોરાની તફડંચી
ઘર, સોસાયટી કે રોડ ક્યાંય હવે સલામતી રહી ન હોવાની લોકલાગણી


અમદાવાદની મહિ‌લાઓ હવે ઘરમાં, સોસાયટી કે ફલેટના દરવાજે કે રોડ ઉપર ક્યાંય પણ સલામત રહી નથી. છેલ્લા ૧૩ કલાકમાં બાઈક સવાર લૂંટારુઓએ ઘરમાં બેઠેલી વૃદ્ધા, માજી સાંસદ મુકેશભાઇ ગઢવીના વિધવા પત્ની તેમજ બનાસકાંઠા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઊભા રહેલા ઉમેદવાર ક્રિષ્નાબહેન અને ભત્રીજા સાથે રોડ ઉપર ઊભી રહેલી મહિ‌લાના ગળામાંથી એમ ત્રણ કિસ્સામાં કુલ મળીને પોણા બે લાખની કિંમતના સોનાના દોરા તોડી રીતસર આતંક મચાવ્યો છે.

ઓઢવમાં તો ચેઈન સ્નેચરે એક્ટિવાચાલક પુરુષ સાથે અકસ્માત કરી પાડી દઇ તેમનો સોનાનો દોરો તોડી ગયા હતા. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી પોલીસ સતત નાકાબંધી, વાહન ચેકિંગ,પેટ્રોલિંગમાં વ્યસ્ત હોવાનો દાવો કરી રહી છે. પરંતુ બેફામ બનેલા બાઈકસવાર લૂંટારુઓએ પોલીસના દાવા તદ્દન પોકળ સાબિત કરી દીધા છે.