સેપ્ટના સ્ટુડન્ટે બનાવી ગુજરાતી ફીચર ફિલ્મ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આ ફિલ્મ 'વિસ્કી ઇઝ રિસ્કી’ને ૪થી એપ્રિલે થિયેટર્સમાં રિલિઝ પણ કરવામાં આવશે

સેપ્ટ યુનિવર્સિ‌ટીનાં ૨૦૧૩ની બેચનાં આર્ટ, ડિઝાઇન એન્ડ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ધવલ પટેલ દ્વારા તેમનાં ફાઇનલ માસ્ટર્સનાં થિસીસ પ્રોજેક્ટનાં ભાગરૂપે ગુજરાતી ફિચર ફિલ્મ 'વિસ્કી ઇઝ રિસ્કી’નું પ્રોડક્શન અને ડાયરેક્શન કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મને ૪થી એપ્રિલે થિયેટર્સમાં રિલિઝ પણ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ જૂના-નવા અમદાવાદ, નિકોલ, બાપુનગર, એરપોર્ટ વગેરે જગ્યાઓ પર કરવામાં આવ્યું છે. ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડયુસર ધવલ પટેલ કહે છે કે, જ્યારે થિસીસ પ્રોજેક્ટ બનાવવાનો હતો ત્યારે મેં ગુજરાતી ફિચર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. કોન્સેપ્ટ વિચારવાનું શરૂ કર્યું ,ઘણાં લોકોએકહ્યું કે તું કોમેડી જોનરેમાં ગુજરાતી ફિલ્મ બનાવ, તો ચાલશે. પરંતુ મારેનવો પ્રયોગ કરવો હતો. જેથી મેં ફિક્શન ડ્રામા જોનર પસંદ કર્યો અને સમાજનાં દંભનો વિષય લીધો. ટોપિક સિલેક્ટ કરવો ક્રુશિયલ કામ રહ્યુ હતું.

ફિલ્મમાં શું છે?

'વિસ્કી ઇઝ રિસ્કી’ ફિલ્મમાં સમાજનાં દંભી વલણને કોન્સેપ્ચ્યુલાઇઝ કરવામાં આવી છે. જેમાં છ પાત્રોની શોર્ટ સ્ટોરીને છે. છ પાત્રોની વાર્તા ફિલ્મમાં પેરેલલ ચાલે છે. અંતે દરેક પાત્રનો મુદ્દો સરખો જ હોય છે, માત્ર પરિસ્થિતિઓ જુદી હોય છે. ગુજરાતી ફિલ્મમાં સૌપ્રથમ વખત આ પ્રકારનો પ્રયોગ કરાયો છે. ફિલ્મમાં રાજુ બારોટ, નિતિન જૈન,રાકેશ પુજારા ક્ષિતિશા સોની,શલાકા સિરોયા,જિગર બુંદેલા,ભાર્ગવ જોષી,નિર્સગ ત્રિવેદી. વગેરેએ ભૂમિકા નિભાવી છે.

ધવલ પટેલે દિલ્હીની પિકાશો એનિમેશન કોલેજમાંથી બેચલરની ડિગ્રી લીધા બાદ, સેપ્ટ યુનિનાં પોસ્ટ ગ્રેજ્યુએશન - આર્ટ, ડિઝાઇન અને કોમ્યુનિકેશનનો અભ્યાસ ૨૦૧૩માં પૂરો કર્યો છે. ફિલ્મ 'વિસ્કી ઇઝ રિસ્કી’ને અગાઉ 'તિરાડ’ નામ અપાયું હતું. આ ઉપરાંત મુંબઇમાં અમોલ પાલેકરની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તે સિવાય ઘણી શોર્ટ ફિલ્મ્સ બનાવી છે.

આગળ વાંચો વધુ વિગત