કોંગ્રેસે નાચી-કૂદીને ભાજપના પરાજયનો જશ્ન મનાવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દ્રશ્યો બદલાયાઃ કોંગ્રેસે મનાવ્યો જીતનો જશ્ન તો ભાજપ કાર્યાલયે સન્નાટો

ગુજરાતની ચૂંટણીમાં કારમી હાર પછી હતાશાથી ઘેરાઈ ગયેલી કોંગ્રેસ પાર્ટી અને તેના કાર્યકરોને, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ બુસ્ટર ડોઝ આપ્યો છે. કર્ણાટકની ચૂંટણીના પરિણામો બુધવારે સવારે જાહેર થવાના શરૂ થયા અને કોંગ્રેસ શરૂઆતથી જ લીડમાં રહેતા પાલડીમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો ભેગા થવા લાગ્યા હતા અને ફટાકડા ફોડીને, નાચી-કૂદીને કોંગ્રેસના વિજયની અને ભાજપના પરાજયની ઉજવણી કરી હતી. જ્યારે મોદીના ભાષણો પછી પણ કર્ણાટકમાં કારમી હાર પછી ભાજપ કાર્યાલયમાં સન્નાટો જોવા મળ્યો હતો.

તસવીરઃ કલ્પેશ ભટ્ટ

તસવીરોમાં જૂઓ કોંગ્રેસે મનાવ્યો જીતનો જશ્ન