તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇશરત કેસ : આજે આરોપીઓને ચાર્જશીટ અપાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીબીઆઇએ હાઇકોર્ટના આદેશ અનુસાર ઇશરત કેસમાં સ્પે. સીબીઆઇ કોર્ટમાં એક દિવસ પહેલા જ ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ત્યારે આ કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ૮મી જુલાઇના રોજ હાજર રહેવા ર્કોટે આદેશ કર્યો છે અને તેમને ૮મી જુલાઇના રોજ ચાર્જશીટ અપાય તેવી શક્યતાઓ છે.

ચાર્જશીટ રજૂ કર્યા બાદ સીબીઆઇ કોર્ટમાં સીબીઆઇએ જણાવ્યું હતું કે, આ ઓપરેટિવ પાર્ટ છે આખી ચાર્જશીટ અમે ટૂંકમાં રજૂ કરી દઇશુ. જેથી સીબીઆઇ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ મામલે આરોપીઓને ૮મીએ ચાર્જશીટ આપવાનો નિર્દેશ કર્યો છે.