સાદીક કેસ ગુજરાત બહાર લઈ જવા CBI અરજી કરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોહરાબુદ્દીન કેસ બાદ હવે સીબીઆઈ સાદીક જમાલ કેસ પણ ગુજરાત બહાર લઈ જવા માટે, ચાર્જશીટ બાદ અદાલતમાં અરજી કરશે. સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે તરુણ બારોટની ધરપકડ બાદ મીરઝાપુર કોર્ટમાં જે ટોળાશાહીનું સ્વરૂપ જોવા મળ્યું તેનાથી કોઈ પણ ઘડીએ અનિચ્છનીય બનાવ તેવી વકી છે. તેથી આ કેસ પણ ગુજરાતની બહાર ચાલવો જોઈએ.બારોટે કહ્યું 'સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ’રિમાન્ડ દરમિયાન સીબીઆઈએ તરુણ બારોટને પૂછ્યું હતું કે તમે હાલ ક્યાં ફરજ બજાવો છો..? તરુણ બારોટે જવાબ આપ્યો કે હું મહેસાણા એસડીપીઓ છું. તેથી સીબીઆઈએ તેમને વળતો પ્રશ્ન કર્યો કે એસડીપીઓ એટલે શું? ત્યારે તરુણ બારોટે જવાબ આપ્યો કે 'સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ’.. ખરેખર એસડીપીઓ એટલે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર થાય...જમવાનું પહેલા ટિફિન લાવનારને ખવડાવાતું હતુંબે દિવસના રિમાન્ડ દરમિયાન તરુણ બારોટ માટે ઘરેથી ટિફિન આવતું હતું પરંતુ તરુણ બારોટની સુરક્ષાને લઈને સતર્ક સીબીઆઈ તે જમવાનું પહેલા ટિફિન લાવનારને ખવડાવતા અને ત્યારબાદ તેને કંઈ થાય છે કે નહીં તે જોવા અડધા કલાક સુધી બેસાડી રાખતા હતા. ત્યારબાદ જ તે જમવાનું તરુણ બારોટને અપાતું હતું.