તુલસી કેસમાં CBI શુક્રવારે પણ ચાર્જશીટ ન કરી શકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તુલસી એન્કાઉન્ટરમાં હાઈકોર્ટે સીબીઆઈને અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાનું કહ્યું હતું. તેને ત્રણ દિવસ વીતી ગયા છતાં સીબીઆઈ શુક્રવારે પણ ચાર્જશીટ રજૂ કરી શકી ન હતી. સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે હજી સુધી તેમને દાંતા કોર્ટમાંથી ચાર્જશીટ મળી નથી. તેઓ શનિવાર સુધીમાં ચાર્જશીટ રજૂ કરવાનો પ્રયાસ કરશે.

સીબીઆઈએ પ્રથમ દાંતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જો કે તે કોર્ટને ન્યાયાધિકાર ન હોવાની અરજી બચાવ પક્ષના વકીલો કરી હતી. જો કે દાંતા કોર્ટે તે અરજી નામંજૂર કરી ચાર્જશીટ સ્વીકારી હતી.

બાદમાં બચાવ પક્ષે દાંતા કોર્ટના હુકમને હાઈકોર્ટમાં પડકારતાં હાઈકોર્ટે દાંતા કોર્ટના ચુકાદાને રદ કરી સીબીઆઈને અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ કરવા આદેશ કર્યો હતો.