અ’વાદને વધુ એક ‘નજરાણું’, અ’વાદીઓને થશે ‘વિદેશી અનુભવ’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

BRTS કોરિડોરને જોડતા રસ્તે 'કેટ આઇ’ લગાડાશે
બીઆરટીએસ કોરિડોર અને સામાન્ય રોડના ટ્રાફિક મર્જિંગ પોઈન્ટ પર સાંકેતિક નિશાનનો પ્રોજેક્ટ
પીરાણા-દાણીલીમડા-નારોલ તથા દાણીલીમડા-પુષ્પકુંજ-મણિનગર લૂપ સુધીના મિક્ષ રૂટમાં કેટ આઇ લાગશે


અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રાત્રીના સમયે વાહનચાલકોની અનુકૂળતા માટે રસ્તાઓ ઉપર સફેદ પટ્ટાઓની લાઇન દોરવામાં આવે છે. શહેરમાં બીઆરટીએસ કોરિડોર અને બ્રિજ ઉપર સફેદ પટ્ટાના સાંકેતિક નિશાનની સાથે 'કેટ આઇ’(રેઇઝડ પેવમેન્ટ માર્કર) લગાડવામાં આવ્યા છે. હવે બીઆરટીએસ કોરિડોરના મિક્ષ ટ્રાફિક રૂટ ઉપર શહેરીજનોને રાત્રીના સમયે વાહન ચલાવવામાં તકલીફ ન પડે તે માટે ખાસ કેટ આઇ ફીટ કરવામાં આવશે. અમદાવાદ શહેરના ત્રણ મોટા બીઆરટીએસ રૂટના મિક્ષ ટ્રાફિક રસ્તાઓ ઉપર રૂ.૬૬ લાખના ખર્ચે 'કેટ આઇ’ની સુવિધા આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરભરમાં વરસાદની સિઝન પહેલાં રોડ રિસરફેસ કરીને તેની ઉપર સાંકેતો દોરવાથી માંડીને સફેદ પટ્ટાઓ દોરવાની કામગીરીમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે જે વરસાદની સિઝનમાં ભુંસાઇ જાય છે બાદમાં વરસાદની સિઝન પૂર્ણ થયા બાદ લાખો રૂપિયા ખર્ચીને પુન: સફેદ પટ્ટા સહિ‌ત અન્ય પ્રકારના સંકેતો દોરવા માટે ખાસ લાખો રૂપિયાના કામો મંજૂર કરાય છે. જ્યારે બીઆરટીએસ કોરિડોરમાં રાતના સમયે બીઆરટીએસ બસોના ડ્રાઇવરોની સુવિધા માટે સફેદ પટ્ટાની સાથે કેટ આઇ પણ લગાડવામાં આવે છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ