• Gujarati News
  • Carachi Was Monitoring Sabarmati Jail Tunnel, Bhatkal Gets The Information

સાબરમતી જેલ સુરંગકાંડઃ કરાચીથી થતું હતું મોનિટરિંગ, રીયાઝ ભટકલને કરાયો હતો ‘ઈન્ફોર્મ્ડ’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેલમાં ખોદાતી સુરંગનું મોનિટરિંગ કરાચીથી થતું હતું
ક્રાઇમબ્રાન્ચ પાસે ઇ-મેલની આગોતરી માહિતી છતાં પગલા ન લેવાયાં


બરાબર એક વર્ષ પહેલાં નવેમ્બર ૨૦૧૨માં સાબરમતી જેલમાં રહેલા બોમ્બ ધડાકાના આરોપીઓ જેલમાંથી ભાગી જવા માટે સુરંગ બનાવવાની શરૂઆત કરી હતી, જેનો ફેબ્રુઆરી ૨૦૧૩ ભાંડો ફૂટયો હતો, પરંતુ આ પ્રકરણમાં એક નવો ઘટસ્ફોટ થયો છે કે સાબરમતી જેલમાં ખોદાઈ રહેલી સુરંગનું સીધં મોનિટરિંગ પાકિસ્તાનના કરાચીમાં બેઠેલો ત્રાસવાદી રીયાઝ ભટકલ કરતો હતો.

ફેબ્રુઆરી મહિનામાં જેલ પોલીસની નજરે પડેલી ૨૧૩ ફૂટ લાંબી સુરંગની રોજેરોજની માહિતી રીયાઝને જેલમાંથી પત્રો અને મેઈલ દ્વારા મોકલવામાં આવતી હતી. જો કે સુરંગકાંડની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચ આ સંદર્ભમાં કઈ ખાસ તપાસ કરી શકી ન્હોતી. પરંતુ કોર્ટમાં કરવામાં આવેલી ચાર્જશીટમાં મુલ્લા હાફીજના નિવેદન પ્રમાણે કોર્ટ મુદત વખતે સફદર નાગોરીએ સૂચના આપી હતી કે સુરંગની માહિતી મેઈલ કરી દેવી. જો કે આશ્ચર્યજનક બાબત એવી છે કે આ પ્રકારનું નિવેદન ક્રાઈમ બ્રાન્ચ પાસે હોવા છતાં મેઈલ કેવી રીતે થતો હતો, કોણ કરતું હતું અને ક્યાંથી થતો હતો તે અંગે કોઈ તપાસ કરી હોવાનું ચાર્જશીટમાં ફલિત થતું નથી.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ