તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમેદવારી ખેંચવાનું કહેતો CMનો કથિત અોડિયો, સામા પક્ષે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કોઈ ઉમેદવારને નામ પાછું ખેંચવા કહી રહ્યા હોવાની એક કથિત ક્લિપ વાયરલ થઈ છે.  ક્લિપમાં જેનો નામ હોવાની વાત છે એ નરેશ શાહ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરતાં divyabhaskar.comને ઓડિયોમાં પોતાનો અવાજ ન હોવાનું જણાવ્યું હતું.  આ મામલે પોતે સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચમાં ક્લિપને લઈને એક કમ્પલેન કરી હોવાનું જણાવ્યું હતું. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સંપર્ક થઈ શક્યો નથી.

ક્લિપ મામલે શું કહ્યું નરેશ શાહે
 
વાયરલ ક્લિપને લઈને નરેશ શાહે જણાવ્યું હતું કે, વાયરલ થયેલી ક્લિપ મેં પણ સાંભળી છે. તેમાં રહેલો અવાજ મારો નથી. આ મામલે મેં સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચમાં કમ્પલેન કરી છે. હું પણ જૈન છું એ પણ જૈન છે. વડીલ તરીકે કહી શકે આપણને. પણ એવું કીધું નથી. અમારા પારિવારિક સંબંધ પણ છે.
 

રૂપાલાએ ક્લિપને લઈ આપ્યું નિવેદન

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં રૂપાણીના આ ટેલિફોનિક વાતચીત અંગે પૂછાતા કહ્યું હતું કે, રૂપાણીએ પોતાના જૈન ભાઈને ફોર્મ ન ભરવા સલાહ આપી છે. એમાં કંઈ ખોટું નથી. તેમાં પાર્ટી મુશ્કેલીમાં છે એવું કાંઈ નથી.

શું છે ક્લિપમાં 

નરેશ સંગીતમ (શાહ) નામની વ્યક્તિ સાથે વિજય રૂપાણી ફોન પર વાત કરે છે એ દરમિયાન કોઈ અન્ય વચ્ચે આવે છે અને વચ્ચે બોલે ત્યારે અગત્યનો ફોન આવ્યો હોવાનું જણાવી બાદમાં વાત કરવા કહે છે. સામે રહેલા નરેશ હાજી હાજી કરે છે.. સામે રૂપાણી કોઈને કહે છે બે મિનિટ બે મિનિટ પછી કરું અગત્યનો ફોન છે.  પછી તેઓ વાત કરવાની શરૂઆત કરે છે. 
 

આગળની સ્લાઈડ્સ વાયરલ ક્લિપમાં શું બોલે છે રૂપાણી

અન્ય સમાચારો પણ છે...