અમદાવાદઅમદાવ...

ગુજરાતના ખેડૂતોને વ્યાજ વગરની રૂ.3 લાખની લોન આપવાની જાહેરાત
ગુજરાતના ખેડૂતોને વ્યાજ વગરની રૂ.3 લાખની લોન આપવાની જાહેરાત

prakash parmar

Oct 16, 2017, 09:02 AM IST
અમદાવાદ: રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ‘કરો યા મરો’ની સ્થિતિ સમાન છે ત્યારે એક પછી એક નેતાઓ ગુજરાતના ચૂંટણીના ઉદ્દેશથી આવી રહ્યા છે. આ‌વા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગાંધીનગરના ભાટ ગામ ખાતે એક મંચ પરથી સંબોધન કર્યું હતું. એ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને વ્યાજ વગરની રૂ.3 લાખની લોન આપવામાં આવશે.
ગૌરવ સંમેલનમાં વિજય રૂપાણી
- ભાજપના કાર્યકરો આગામી ચૂંટણીમાં વિજયના સંકલ્પ સાથે વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવવા આવ્યા છે
- વિકાસ વગરનું ગુજરાત અસંભવ છે. મોદી હોય ત્યાં વિકાસ સ્વભાવિક છે
- કોંગ્રેસ પરિવારવાદ, વોટબેંકની રાજનીતિ સાથે દેશને પાયમાલ કર્યો છે
- કોંગ્રેસ ગરીબી, ભ્રષ્ટાચાર લાવી
- વિકાસે કોંગ્રેસની કેડ ભાંગી નાંખી છે
- કોંગ્રેસ વિકાસ શબ્દથી ડરી ગઇ છે. રઘવાઇ થઇ છે
- કોંગ્રેસ માટે વિકાસ મજાક હશે. અમારા માટે વિકાસ મિજાજ છે
- ગુજરાતના 25 લાખ ખેડૂત પરિવારોને વ્યાજના ચક્કરમાંથી મુક્ત કરવા સરકાર ખેડૂતોને ખેતી માટે 3 લાખની લોન આપે છે. એ લોન હવેથી 7% વ્યાજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવશે. ખેડૂતોને વ્યાજ વગરની લોન આપશે
- ખેડૂતો માટે સરકારની તિજોરી ખુલ્લી મૂકવામાં આવશે
- ગુજરાત નંબર 1 છે અને રહેવાનું છે
અમિત શાહે શું કહ્યું

- ટીવી પર મને 150+ના પ્રશ્નો પૂછતાં લોકોને આ સભા જોઇને જવાબ મળી જશે
- 1990થી ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ રાખ્યો અને 2/3 બહુમતીથી જીતાડ્યા છે
- મોદી વડાપ્રધાન છે, ત્યારે જનતાને વિનંતી કરું છું કે આ વખતે 2/3 નહીં 3/4 બહુમતી જોઇએ
- ભાજપ જેવું સંગઠન ક્યાંય નથી. એ સંગઠન બનાવવામાં મોદીનો મહત્વનો ફાળો
- કોંગ્રેસ પાંચ વર્ષ દરમિયાન ક્યાંય દેખાય નહીં. પરંતુ ચૂંટણના સમયે અમે દેખાય અને કાઉન્ટિંગ વખતે ફરી ગુમ થઇ જાય
- વિકાસના નિબંધમાં માત્ર મોદીનું ગુજરાત મોડલ લખાય છે
- કોંગ્રેસના શાહજાદાએ ચૂંટણી જોઇ આંટા વધારી દીધા છે અને વિકાસના પ્રશ્ન પૂછે છે
- હમણા છ દિવસ પહેલાં અમેઠીની કલેક્ટર કચેરીની ભૂમિપૂજન કરી આવ્યો
- 60 વર્ષમાં કલેક્ટર કચેરીની ન બનાવી શક્યાં
- નર્મદા યોજના તમારા પરનાનાએ ચાલી કરી હતી તે મોદીએ પૂરી કરી
- જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી, આ નર્મદા યોજના કેમ પૂરી ન થઇ? શાહનો સવાલ
- ગુજરાતની જનતા વિકાસને પ્રેમ કરવાવાળી છે. તમે બુલેટ ટ્રેનની મજાક ઉડાવ છો. જનતા મતપેટીમાં જવાબ આપશે
- રાહુલ બાબાના આંખ અને કાન ખુલ્લા હોય તો હિસાબ સાંભળી લે
- કોંગ્રેસના રાજમાં 16%એ ખેડૂતોને ધિરાણ મળતું. મોદીએ 1% કર્યું અને હવે રૂપાણી સરકારે 0% વ્યાજ કર્યું
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સંબંધિત તસવીરો...
X
ગુજરાતના ખેડૂતોને વ્યાજ વગરની રૂ.3 લાખની લોન આપવાની જાહેરાતગુજરાતના ખેડૂતોને વ્યાજ વગરની રૂ.3 લાખની લોન આપવાની જાહેરાત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી