તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Padmavati Ban In Gujarat Chief Minister Vijay Rupani Declare In Pc

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં રિલીઝ નહીં થાય, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજય લીલા ભણસાણીની બહુચર્ચિત ફિલ્મ પદમાવતી પર ગુજરાતમાં પ્રતિબંધ ફરાવી દેવામાં આવ્યો છે - Divya Bhaskar
સંજય લીલા ભણસાણીની બહુચર્ચિત ફિલ્મ પદમાવતી પર ગુજરાતમાં પ્રતિબંધ ફરાવી દેવામાં આવ્યો છે

અમદાવાદ: સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત ફિલ્મ પદ્માવતી પર ગુજરાતમાં પ્રતિબંધ ફરાવી દેવામાં આવ્યો છે. ફિલ્મનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો હતો. ફિલ્મના શૂટિંગ સમયે ડાયરેક્ટર સંજય ભણસાલી પર કરણી સેનાએ હુમલો કર્યો હતો. જેવી ફિલ્મની રીલિઝ ડેટ નજીક આવી તેમ તેમ દેશભરમાં ફિલ્મ પર પ્રતિબંધ લાદવા માટે રાજપૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેને લઈને મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ફિલ્મ પર બેેેન લાદવામાં આવ્યો હોવું જાહેર કર્યું હતું.
 

રાજપૂતોની લાગણી દુભાઈ
 
પદ્માવતી ફિલ્મનો વિરોધ રાજપૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેને લઈને ગુજરાતમાં વિવાદનો અંત ન આવે ત્યાં સુધી પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
 

અગાઉ શું બોલ્યા અન્ય રાજ્યના સીએમ?
 

યોગી આદિત્યનાથ (ઉત્તરપ્રદેશ) : કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને પણ નથી. તે ભણશાલી હોય કે પછી બીજું કોઈક. મને લાગે છે કે જો ધમકી આપનારી વ્યક્તિ દોષી છે તો ભણશાલી પણ ઓછા દોષી નથી. તેઓને જનભાવનાઓ સાથે ચેડાં કરવાની ટેવ પડી ગઈ છે. કાર્યવાહી થશે તો બંને પક્ષો પર સમાન રીતે થશે.
 

- વસુંધરા રાજે સિંધિયા(રાજસ્થાન) : કાનૂન વ્યવસ્થાને સુનિશ્ચિત કરવી રાજ્યની પહેલી પ્રાથમિકતા છે અને તેને કોઈ પણ રીતે જાળવવી જોઈએ. જ્યાં સુધી કેન્દ્રિય માહિતી તથા પ્રસારણમંત્રી સ્મૃતિ ઈરાનીને લખેલા પત્ર મુજબ ફેરફાર નથી થતો ત્યાં સુધી આ ફિલ્મ રાજસ્થાનમાં પ્રદર્શિત થશે નહીં.
 

- કેપ્ટન અમરિંદર(પંજાબ) : જે ફિલ્મ ઈતિહાસ સાથે છેડછાડ કરે છે, તેને રાજ્યામાં રીલિઝ કરવા દેવામાં આવશે નહીં, જે લોકો આની વિરૂદ્ધ પ્રદર્શન કરે છે, તે યોગ્ય છે.
 

- શિવરાજ સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ) : ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરીને જો રાષ્ટ્રમાતા પદ્માવતીના સન્માન વિરૂદ્ધ જે પણ કંઈ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તે ફિલ્મ મધ્યપ્રદેશની ધરતી પર રીલિઝ થશે નહીં.
 
- તો કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા તથા પ. બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભણશાલીની ફિલ્મનું સમર્થન કર્યું છે.
 

ગુજરાતમાં કઈ ફિલ્મો રિલીઝ થઈ નહીં ?
 
-2005 ચાંદ બૂઝ ગયા, ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ પ્રતિબંધ
2006 ફના, નર્મદા અભિયાન  બિનસત્તાવાર પ્રતિબંધ
-2007 પરઝાનિયા, ગોધરાકાંડ પર બિનસત્તાવાર પ્રતિબંધ
-2009 ફિરાક,ગોધરાકાંડ પર બિનસત્તાવાર પ્રતિબંધ
 

આગળની સ્લાઈડ્સ અન્ય તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો