૯૯

know About kutch singer Geeta Rabari and her song Rona Ser Ma Re

devendra dabhi

Jun 09, 2017, 03:40 PM IST
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મો સાથે હવે ગુજરાતી ગીતો પણ ધૂમ મચાવી રહ્યાં છે. આવું જ એક ગીત કચ્છી કોયલ તરીકે જાણીતી ગીતા રબારીનું 'રોણા શેરમા' હાલ યુ ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. 16 એપ્રિલ 2017ના રોજ યુ ટ્યુબ પર અપલોડ થયેલું આ ગીત હાલ 1.30 કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે. ડાયરા સામે રાજ્યભરમાં જાણીતી ગીતા જ્યારે ગાય છે ત્યારે ચાહકો આફરીન થઈને નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે.
કોણ છે ગીતા રબારી?
31-12-1996ના રોજ જન્મેલી 'કચ્છી કોયલ' તરીકે જાણીતી ગીતા રબારી કચ્છના તપ્પર ગામની રહેવાસી છે. પાંચમાં ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે. માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. તેણે બે જ ગીત ગાયા છે. રોણા શેરમા અને એકલો રબારી અને બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. આ સિવાય તેણે એક ગરબાનો આલ્બમ કર્યો છે.
કઈ રીતે કરી શરૂઆત?
divyabhaskar.com સાથે વાત કરતાં ગીતા રબારીએ કહ્યું હતું કે, હું સ્કૂલમાં હતી ત્યારની ગાઉ છું. મારો અવાજ સારો હોવાથી ગામ કે આજુબાજુના ગામમાં કોઈ કાર્યક્રમ હોય મને ગાવા માટે બોલાવતા હતા. શરૂઆતમાં મને થોડાઘણા પૈસા મળી રહેતાં હતા. ધીરે-ધીરે નામના મળતી ગઈ અને હવે હું ગુજરાતના જાણીતા કલાકારો સાથે લાઈવ પ્રોગ્રામમાં સ્ટેજ શેર કરું છું.'
આગળ વાંચો....'માતા-પિતાને દીકરાની ખોટ નથી વર્તાવા દીધી', મનુ રબારીએ લખ્યું છે ગીત
X
know About kutch singer Geeta Rabari and her song Rona Ser Ma Re
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી