૫૦

૫૦

devendra dabhi | Updated - Dec 28, 2016, 11:28 AM
બાળકનું સ્વાભિમાન તે ભવિષ્યમાં સફળ વ્યક્તિ બનશે કે નહીં, તેમાં મહત્વનો ભાગ ભજવે છે
બાળકનું સ્વાભિમાન તે ભવિષ્યમાં સફળ વ્યક્તિ બનશે કે નહીં, તેમાં મહત્વનો ભાગ ભજવે છે
અમદાવાદ: divyabhaskar.com દ્વારા The H.B. Kapadia New High Schoolના સહયોગ સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આર્ટીકલની શ્રેણીઓ દ્વારા બાળકોના વિકાસ અને તેમને લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ વખતે  બાળકોમાં આત્મવિશ્વાસ અને તેનું મહત્વ સમજાવી રહ્યાં છે સ્કૂલના ટ્રસ્ટી શ્રી હર્ષ કાપડીયા.
 
(A) હું આ કરી શકું છું અને હું આ નથી કરી શકતો, તમે બંને રીતે સાચા છો.’– હેન્રી ફોર્ડ 
 
આપણી આસપાસ એવા બાળકો હોય છે, જેઓ તરવરાટથી થનગનતા હોય છે. એવા બાળકો જેઓ આત્મવિશ્વાસ, મૈત્રીપૂર્ણ વ્યવહાર અને હાર-જીતને પચાવવાની ક્ષમતા ધરાવતા હોય. બીજી તરફ પોતાનાથી જ હારેલા, જાત પર વિશ્વાસ નહીં રાખનારા, ખાસ કરીને ‘હું આ કરી શકીશ’ તેવી ભાવનાનો અભાવવાળા બાળકો હોય છે. એવી કઇ બાબત છે જે આ બંને પ્રકારના બાળકોના સ્વાભિમાનના સ્ત્તરને અલગ પાડે છે. ઘણાં માતા-પિતા આત્મવિશ્વાસ કેટલો જરૂરી છે.– તે જાણતા હોય છે, પણ આ સ્વાભિમાન હકીકતે શું છે? તેને કેવી રીતે બાળકોમાં કેળવી શકાય છે? 

બાળકનું સ્વાભિમાન તે ભવિષ્યમાં સફળ વ્યક્તિ બનશે કે નહીં, તેમાં મહત્વનો ભાગ ભજવે છે. આત્મવિશ્વાસથી એ નક્કી કરી શકાય કે વ્યક્તિ નવા પડકારો સામે ઝઝૂમવા માટેના પ્રયાસો કરશે કે નહીં? તેઓ ભૂલ અને નિષ્ફળતા મળ્યા બાદ કેવો અનુભવ કરશે? નિરાશા અને આઘાત માટે કેટલા સુસજ્જ રહેશે? આત્મવિશ્વાસ એ નક્કી કરે છે કે વ્યક્તિ પોતાના માટે કેટલો સંતૃપ્ત છે, વિશ્વની સાથે હોય ત્યારે તે પોતાની જાતને કેવી રીતે જૂએ છે, તે પડકારો સામે લડવા માટે કેટલો સજ્જ છે, નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવે છે, પોતાના મૂલ્યો માટે તે કેવી રીતે અડગ રહે છે. બાળક નવા પડકારોનો સામનો કરે છેઅને ત્યાં સુધી લડે છે જ્યાં સુધી તે પોતાના નક્કી કરેલા લક્ષ્ય પર પહોંચતો નથી. 
 
B) માતાપિતા માટે ટિપ્સ 
 
1) હકારાત્મકતાનું દર્પણ 
 
બાળકોને તેમના પ્રારંભિક જીવનકાળના ઉછેર દરમિયાન તેમની દરકાર કરનારા તરફથી તેઓ કેટલો પ્રેમ મેળવે છે કે તમને મળતું મહત્વ તેનેઆધારે તેમના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. અને તે મુજબ તેમની પ્રતિક્રિયા આપે છે. તમારા બાળકોની જરુરિયાત કે તેમની અરજ પ્રત્યે તથા તેમના વિકાસના તબક્કા માટેના તેમના પ્રયત્નો તરફ તમે કેવું વલણ રાખો છો તે મહત્વનું બને છે. આ સાથે તમે તેમના માટે શું વિચારો છો ? તે તમારા બાળકને જણાવો. હકારાત્મક દર્પણ એટલેતમે તમારા બાળકને યોગ્ય સમજો છો કે તેમના તરફ ચીડ આવે છે અને તેઓ સક્ષમ કે બિનકુશળ વ્યક્તિ છે.... વગેરેનું પ્રતિબિંબ તમારા શબ્દો, બોલવાની રીત, રીત-ભાત વગેરે દ્વારા ઉપસે છે. તે વિશે તમે પોતે જ સભાન હોવા જોઈએ. (નીચે વધુ વિગત અપેલ છે.) આ સભાનતાનો અર્થ છે. – તમે તેઓની જરુરિયાતોને પૂરી પાડવા માટે કાર્યરત રહો છો, તમને બાળક પર પૂરતો વિશ્વાસ છે, તેઓની વૃદ્ધિ જોઈને તમે કેટલી ખુશી વ્યક્ત કરો છો.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, બાળકોની સુરક્ષાના આધાર બનો...

X
બાળકનું સ્વાભિમાન તે ભવિષ્યમાં સફળ વ્યક્તિ બનશે કે નહીં, તેમાં મહત્વનો ભાગ ભજવે છેબાળકનું સ્વાભિમાન તે ભવિષ્યમાં સફળ વ્યક્તિ બનશે કે નહીં, તેમાં મહત્વનો ભાગ ભજવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App