અમદાવાદઅમદા...

How to free from diabetes take a tips from this ahmedabadi

prakash parmar

Nov 13, 2017, 09:01 AM IST
અમદાવાદ: આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. ડાયાબિટીસને ગુજરાતીમાં મધુપ્રમેહ કહેવામાં આવે છે. સામાન્ય માન્યતા છે કે જેને આ રોગ લાગે તેને જિંદગીભર દવા કરવી પડે છે અને ઈન્સ્યુલિનના ઈન્જેક્શન લેવા પડે છે. ત્યારે અમદાવાદના એક એક્સપર્ટ ડાયાબિટીસને મટાડી શકાય તેવો દાવો કરે છે. તેમણે આ દાવો પોતાના પર અજમાવેલો હોવાનું જણાવ્યું હતું.
દાવો કરનાર અમદાવાદી કોણ છે?
કપિલ દવે અમદાવાદ સેટેલાઈટના પ્રહલાદનગર વિસ્તારમાં રહે છે. તેમણે પોતે અને તેમની ટીમના મેમ્બરે આવી રીતે ડાયબિટીસને હંમેશની માટે બાય બાય કર્યું હોવાનું તેમનું કહેવું છે. કપિલ દવે ACSM એટલે કે અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન સર્ટીફાઈડ ટ્રેનર છે. તેઓ ક્લિનિકલ ન્યુટ્રીશનલિસ્ટ છે. તેઓ યોગના પણ એક્સપર્ટ છે.
દુનિયાભરના લોકોને ડાયાબિટીસ થાય છે તેમાં મોટાભાગને ટાઈપ 2 પ્રકારની
ભારત સહિત દુનિયાભરના 95 ટકા લોકોને ટાઈપ 2 પ્રકારની ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસ થવાનું કારણ જનીન છે. જે શંકાસ્પદ(સંવેદનશીલ) જનીનના કારણે આ પ્રકારની બીમારી થાય છે. તેમાં આજુબાજુનું વાતાવરણ પણ એટલું જ જવાબદાર બને છે. ઉપરાંત આહાર અને કસરત ન કરવી તે પણ ડાયાબિટીસમાં વૃદ્ધિ કરે છે. આ ટાઈપ 2 પ્રકારની બીમારીને સંપૂર્ણ રીતે મટાડી શકાય તેમ કપિલભાઈનું કહેવું છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેવી રીતે શક્ય છે ડાયાબિટીસને કન્ટ્રોલ કરવી...
X
How to free from diabetes take a tips from this ahmedabadi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી