તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્દિકને આ કારણે મળી Y કેટેગરીની સુરક્ષા, પહેલા રાખતો બાઉન્સર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલને પહેલા જ ગુજરાત સરકારે સુરક્ષા કારણોસર પોલીસની સુરક્ષા આપવા કહ્યું હતું - Divya Bhaskar
હાર્દિક પટેલને પહેલા જ ગુજરાત સરકારે સુરક્ષા કારણોસર પોલીસની સુરક્ષા આપવા કહ્યું હતું

અમદાવાદ: હાર્દિક પટેલને પહેલા જ ગુજરાત સરકારે સુરક્ષા કારણોસર પોલીસની સુરક્ષા આપવા કહ્યું હતું પરંતુ હાર્દિકે તેનો ઈન્કાર દીધો હતો. ત્યારબાદ પોતાના ખર્ચે બાઉન્સર સાથે ભાવનગરમાં સભા કરી હતી. પરંતુ હાર્દિકને કેન્દ્ર સરકાર 11 જવાનો સાથેની વાય કેટેગરીની સુરક્ષા આપી છે. આ જવાનો ચોવીસે કલાક તેની સાથે રહે છે અને તેની સુરક્ષા કરે છે. સુરક્ષા આપવા પાછળ કેન્દ્ર સરકારે તેના જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતમાં ચૂંટણી માહોલ વચ્ચે હાર્દિકે સ્વીકારી વાય કેટેગરી સુરક્ષા

ગુજરાત વિધાનસભાનો જંગ જામ્યો છે, હાર્દિકે કોંગ્રેસની ફોર્મ્યુલા સ્વીકારી છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસને અધિકારીક રીત સમર્થન જાહેર નથી કર્યું. હાર્દિક ફોર્મ્યુલા સ્વીકારી તેના થોડા સમયમાં જ ગુજરાતમાં છુટોછવાયો તેનો વિરોધ થવા લાગ્યો હતો. છતાં તે કોઈનો પણ ડર રાખ્યા વગર ગુજરાત-સૌરાષ્ટ્રમાં સભાઓ કરતો હતો. કેન્દ્ર સરકારે હાર્દિકને જીવનું જોખમ હોવાનો રિપોર્ટ મળતાં તેને સુરક્ષા આપી હતી.

હાર્દિકે વાય કેટેગરીની સુરક્ષા એક દિવસ પહેલા સ્વીકારી

હાર્દિક પટેલ પહેલા સુરક્ષા લેવાની સખત મનાઈ કરતો હતો. પરંતુ અધિકારીઓની સમજાવટ બાદ તેણે સુરક્ષા સ્વીકારી હતી. તેણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરિપરની સભા પહેલા સ્વીકારી હતી.

હાર્દિક કહ્યું ઉચ્ચ અધિકારીઓએ સમજાવ્યો એટલે સુરક્ષા સ્વીકારી
 
હાર્દિક પટેલને કેન્દ્ર સરકારે કરેલા સૂચનના પગલે વાય કેટેગરીની સુરક્ષા પુરી પાડવામાં આવી છે.  હાર્દિકની સાથે 24 કલાક સીઆઇએસએફના જવાનો રહેશે. જ્યારે તેના ઘર પર પણ પોલીસ બંદોબસ્ત રહેશે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમજાવી રહ્યા હતા કે મારે વાય કેટેગરીની સુરક્ષા વ્યવસ્થાને સ્વીકારી લેવી. મને એવું કારણ આપવામાં આવ્યું છે કે, મારા જીવને જોખમ છે. તેથી અંતે મેં આ સુરક્ષા વ્યવસ્થા સ્વીકારી છે.

હાર્દિક પાટીદાર અનામતનો ચહેરો

મહત્વનું છે કે, હાર્દિક પટેલ અનામત આંદોલનનો મુખ્ય ચહેરો છે. અને તેની સુરક્ષા વ્યવસ્થા અંગે કેન્દ્ર સરકારે ધ્યાન આપ્યું છે. હાર્દિકને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓએ અગાઉ પણ જાણાવ્યું હતું કે, તારે સુરક્ષા લેવી જોઇએ પરંતું હાર્દિકે આ અંગે ના પાડી હતી, જ્યારે હવે અંતે તેણે આ સુરક્ષા સ્વીકારી છે તેની પાસે 24 કલાક સીઆઇએસએફના 11 જેટલા જવાનો રહેશે અને તેની સુરક્ષા રાખશે.

આગળની સ્લાઈડ્સ હાર્દિકને ફાળવેલી વાય કેટેગરીની સુરક્ષા અને ભાવનગરમાં તેણે સાથે રાખેલા બાઉન્સર્સની અન્ય તસવીરો...

અન્ય સમાચારો પણ છે...