Gujarati singer kinjal dave pass her 12th exam

devendra dabhi

May 30, 2017, 11:51 AM IST
અમદાવાદ: ગુજરાતી લોકગીત માટે જાણીતી 17 વર્ષીય કિંજલ દવે ધોરણ 12 કોમર્સમાં પાસ થઇ છે. તેણે 59.93 પર્સન્ટાઇલ મેળવ્યા છે. પોતાના સૂરીલા અને મધૂર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવે વિવિધ શોઝની સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દવ’ ગીતથી પ્રસિદ્ધ થયેલી કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પર પોતે પાસ થઇ હોવાની ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવે પોતાના દરેક દસ્તાવેજમાં અટક જોશી લખે છે.
વિષય મેળવેલ ગુણ
ગુજરાતી 69
ઇંગ્લિશ 51
ઇકોનોમિક્સ 69
સ્ટેટ્સ 33
એકાઉન્ટ 34
ગુજરાતી સંસ્કૃતિ, લોકસાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાતી ગાયક કલાકારો પણ વિદેશમાં જાણીતા છે. પણ મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે નામની નાનકડી છોકરી ધૂમ મચાવી રહી છે. ઉત્તર ગુજરાતના નાનકડા એવા ગામમાં ગરીબ અદ્વૈત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, પાસ થવા અંગે ફેસબુકમાં કિંજલ દવેએ વ્યક્ત કરેલી ખુશી અને કઈ રીતે બની તે ફેમસ?
X
Gujarati singer kinjal dave pass her 12th exam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી