તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશુભાઈનું ‘95નું પાટીદાર કાર્ડ મોદીએ રિપીટ કર્યું, ટારગેટ 150 પ્લસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર- નરેન્દ્ર મોદીએ કેશુભાઈની ફોર્મ્યુલાથી ટિકિટ ફાળવી છે - Divya Bhaskar
ફાઈલ તસવીર- નરેન્દ્ર મોદીએ કેશુભાઈની ફોર્મ્યુલાથી ટિકિટ ફાળવી છે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 1995ના કેશુભાઈ પટેલના શાસનના પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખ્યું હોવાનું બહાર આવ્યું છે. નરેન્દ્ર મોદીએ આ ચૂંટણીમાં કેશુભાઈના પાટીદાર કાર્ડનો ઉપયોગ કરીને ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં ‘95માં જીતેલા આઠ પાટીદારોને ભાજપે ફરી એકવાર વર્ષો બાદ ટિકિટ આપી છે. આ વખતે 150થી વધારે સીટોની જીત મેળવવા માટે આમ કરવામાં આવ્યું છે.

કેશુભાઈના સમયે ચૂંટણી લડેલા 19ને ફરી ટિકિટ

કેશુભાઈના શાસન દરમિયાન ચૂંટણી લડેલા અને વિજયી થયેલા પૂર્વ ધારાસભ્યોમાંથી કુલ 19 ઉમેદવારોને ટિકિટ આપેલી છે. જેમાં 8 પાટીદારો અને 11 અન્ય જ્ઞાતિના પરંતુ 1995માં ગુજરાતમાં પ્રથમ વખત શાસન મેળવનાર કેશુભાઈના સમયે સત્તામાં સામેલ એવા ઉમેદવારોને ફરી ટિકિટ આપી છે. ‘95ના કેશુભાઈના પાટીદાર કાર્ડને જે રિપીટ કર્યા છે તેમાં નીતિન પટેલ, નારાયણ લલ્લુ પટેલ, કૌશિક પટેલ, ચીમન સાપરિયા, કાંતિ અમૃતિયા, સી.ડી. પટેલ, યોગેશ પટેલ અને બાબુબાઈ બોખિરિયાનો સમાવેશ થાય છે. 

આગળની સ્લાઈડ્સ ઘરે બેઠેલા કે ચૂંટણી હારેલાને ફરી સમાવાયા

અન્ય સમાચારો પણ છે...