૫૧

ઉર્વી શાહ ડેવલપમેન્ટ સ્ટડીનો અભ્યાસ કરતી હતી
ઉર્વી શાહ ડેવલપમેન્ટ સ્ટડીનો અભ્યાસ કરતી હતી

devendra dabhi

Mar 24, 2017, 04:36 PM IST
અમદાવાદ: શહેરના રૂઢીચુસ્ત પરિવારમાંથી આવતી ઉર્વી શાહ દેશભરના ગે, લેસ્બિયન ગર્લ અને ટ્રાન્સજેન્ડર માટે મેરેજ બ્યુરો ચલાવી રહી છે. ઉર્વી શાહ ડેવલપમેન્ટ સ્ટડીનો અભ્યાસ કરતી હતી તે સમયે તેનો સંપર્ક વિદેશમાં રહેતાં એક ભારતીય સાથે થયો હતો અને ગે મેરેજ અંગે સાંભળીને તેમની તકલીફો વિશે કામ કરવાનું નક્કી કર્યું હતું. હાલ તે પોતાના મેરજ બ્યુરોનું રજિસ્ટ્રેશન કરાવી રહી છે. હાલ ગે, લેસ્બિયનને લગ્ન માટે 35 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે બાદમાં આ ખર્ચ પાંચ હજાર થઇ જશે.
રાજવી માનવેન્દ્રસિંહ બ્રાન્ડ એમ્બેસેડર
આ મેરેજ બ્યુરોમાં કોઇ સામાન્ય લોકો નહીં પરંતુ ડોક્ટર, ઇજનેર અને મલ્ટિનેશનલ કંપનીના ડાયરેકટર સુધીના લોકોએ પોતાના માટે પાત્ર શોધવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે માટે હાલ ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ઇન્કવાયરી આવી રહી છે. વિદેશી ગે, લેસ્બિયન ક્લબની પ્રાથમિકતા ભારતીય પાત્ર શોધવાની વધુ હોવાથી હાલ વિદેશી ઇન્કવાયરી ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. આ મેરેજ બ્યુરો અને આવા પાત્રો માટે રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરે છે.
કેવી રીતે આવ્યો વિચાર?
ઉર્વી શાહે divyabhaskar.comને જણાવ્યું હતું કે, તે EDI મેનેજમેન્ટમાંથી ડેવલપમેન્ટ સ્ટડીનો અભ્યાસ કરતી હતી. તે સમયે તેની સાથે ઘણા એનજીઓ પણ જોડાયા હતા. આ સમયે માનવેન્દ્રસિંહ સાથે તેમનો સંપર્ક થયો હતો અને તેમણે બેનહન સેમસન નામના વ્યક્તિનો પરિચય કરાવ્યો હતો. જે સેરોગસી સેલસેડ માટે કામ કરતા હતા. ત્યાર બાદ તેઓ ગે અને લેસ્બિયન માટે અમેરિકામાં મેરેજ બ્યુરો ચલાવતા હોવાની જાણ થઇ અને મને પણ આ લોકોની મદદ કરવાની ઇચ્છા થઇ હતી. જેથી મેં આ કામ શરૂ કર્યું હતું.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, વિદેશીઓ શોધે છે ભારતીય પાત્ર...
X
ઉર્વી શાહ ડેવલપમેન્ટ સ્ટડીનો અભ્યાસ કરતી હતીઉર્વી શાહ ડેવલપમેન્ટ સ્ટડીનો અભ્યાસ કરતી હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી