Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Ahmedabad: Gujarat first heart transplant in CIMS hospital

૫૧

Divyabhaskar.com | Updated - Dec 19, 2016, 03:48 PM

૫૧

  • Ahmedabad: Gujarat first heart transplant in CIMS hospital
    અમદાવાદ: ગુજરાતમાં પહેલું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. CIMS હોસ્પિટલના ડોક્ટર્સ ધીરેન શાહ, સૌમક શાહ અને ધવલ નાયકે આ ઓપરેશન કર્યું હતું. આ સફળ ઓપરેશન દ્વારા ભાવનગરના 37 વર્ષીય મુસ્લિમ યુવાનનું હૃદય જામનગરના 49 વર્ષીય દર્દીમાં ધબકતું થયું છે. ગુજરાતમાં મેડિકલ ઇતિહાસની સૌથી રોચક ઘટના છે કે, હાર્ટને ગ્રીન કોરિડોર દ્વારા 82 મિનિટમાં ભાવનગરથી અમદાવાદ ખાસ વિમાનમાં લવાયું હતું. તબીબ જગત પણ આને એક ઐતિહાસિક સિદ્ધી માની રહ્યું છે.
    મુસ્લિમ યુવાનનું હાર્ટ
    ભાવનગરના સિહોર તાલુકાના ચોરવડલા ગામે રહેતાં 37 વર્ષીય મુસ્લિમ યુવાન આસિફ મહંમદને ગત 17મી તારીખે ઈશ્વરીયા ગામે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ બે સંતાનોના પિતા આસિફને ભાવનગરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર્સે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. આસિફના અંગો અન્ય લોકોને જીવન આપી શકે તે માટે તેના પરિવારજનોએ અંગોનું દાન કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં મુસ્લિમ સમાજ દ્વારા અંગ દાન કરાયું હોય અને દાન કરાયેલા હાર્ટને કોઈ અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.
    ખાસ વિમાનમાં અમદાવાદ લવાયું હાર્ટ
    હાર્ટને ભાવનગરથી અમદાવાદ ગ્રીન કોરિડોર દ્વારા લવાયું હતું. ભાવનગર પોલીસે ગ્રીન કોરિડોર જાહેર કરીને સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી માત્ર 6 મિનિટ અને 22 સેકન્ડમાં હૃદયને વિમાન સુધી સુરક્ષિત રીતે પહોંચાડ્યું હતું. જ્યારે અમદાવાદ એરપોર્ટથી CIMS હોસ્પિટલ પહોંચતા 14 મિનિટ લાગી હતી.
    કેટલી મિનિટમાં પહોંચ્યું હાર્ટ?
    - ભાવનગરથી અમદાવાદ 82 મિનિટમાં પહોંચ્યું હાર્ટ
    - ખાસ વિમાનમાં લવાયું હાર્ટ
    - ભાવનગરથી સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ 6 મિનિટ અને 22 સેકન્ડનું ગ્રીન કોરિડોર
    - અમદાવાદ એરપોર્ટથી CIMS હોસ્પિટલ 14 મિનિટનું ગ્રીન કોરિડોર
    - જામનગરના 49 વર્ષીય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હાર્ટ

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, શું કહે છે ડોક્ટર્સ?
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ