Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » રૂપાણીનું અમેરિકાના NRGને આહ્વાન, તળાવ ઊંડા કરવા આપો યોગદાન । vijay rupani speak to us based nrg gives support for water resource work

રૂપાણીનું અમેરિકાના NRGને આહ્વાન, તળાવ ઊંડા કરવા આપો યોગદાન

Divyabhaskar.com | Updated - May 20, 2018, 09:49 AM

મુખ્યમંત્રી એ આજે વહેલી સવારે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ મારફત અમેરિકાના ગુજરાતીઓ સાથે સંવાદ સેતુ સાધ્યો

 • રૂપાણીનું અમેરિકાના NRGને આહ્વાન, તળાવ ઊંડા કરવા આપો યોગદાન । vijay rupani speak to us based nrg gives support for water resource work
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા ત્યાં ઉજવાઈ રહેલા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

  ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અમેરિકામાં વસતા બિન નિવાસી ગુજરાતી પરિવારોને પોતાના વતન-ગામ વિસ્તારમાં તળાવ ઊંડા કરવા સહિતના જળ સંચય કામોમાં યોગદાન આપવા આહવાન કર્યું છે. મુખ્યમંત્રી એ આજે વહેલી સવારે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ મારફત અમેરિકાના ગુજરાતીઓ સાથે સંવાદ સેતુ સાધ્યો હતો.


  ગુજરાત ગૌરવ દિવસમાં સંબોધન


  અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા ત્યાં ઉજવાઈ રહેલા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. રૂપાણીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી.


  આગળની સ્લાઈડ્સ વાયબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થવા ઈંજન

 • રૂપાણીનું અમેરિકાના NRGને આહ્વાન, તળાવ ઊંડા કરવા આપો યોગદાન । vijay rupani speak to us based nrg gives support for water resource work
  ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે વિજય રૂપાણીએ સંબોધન કર્યું

  વાયબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થવા ઈંજન


  આગામી 18 19 20 જાન્યુઆરી એ યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા પણ તેમણે ઇંજન પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતનો વિકાસ સોળે કળા એ ખીલે અને ગુજરાત નયા ભારતના નિર્માણ માં અગ્રેસર રહે તે માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરણા આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ