• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Ahmedabad City
  • ભીષ્મ પિતામહની માફક મારી ય આ બાણશૈયા છે: વિનોદ ભટ્ટ । bhishm pitamah of mahabharat vinod bhatt says this is also my

અમદાવાદ હાયપર લોકલ ટીમ અમદાવાદ હાયપર લોકલ ટીમ

અમદાવાદ હાયપર લોકલ ટીમ અમદાવાદ હાયપર લોકલ ટીમ

prakash parmar | Updated - May 23, 2018, 10:39 AM
ભીષ્મ પિતામહની માફક મારી ય આ બાણશૈયા છે: વિનોદ ભટ્ટ । bhishm pitamah of mahabharat vinod bhatt says this is also my

અમદાવાદ: બે મહિના પહેલાં ગંભીર માંદગીને લીધે વિનોદ ભટ્ટને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને તેમને વેન્ટિલેટર પર લેવાની સ્થિતિ આવી. એ વખતે તેમનાં ચાહકો, ભાવકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં અને સોશિયલ મીડિયા પર પણ તેમની માંદગી અંગે વિવિધ સમાચારો વહેતા થવા લાગ્યા હતા. એક તબક્કે ડોક્ટરોએ પણ તેમને ઘરે લઈ જવા પરિવારજનોને કહી દીધું હતું. જોકે એ વખતે પણ મોતને હાથતાળી આપીને પાછા ફર્યા હોય તેમ ઘરે પહોંચ્યા કે તરત વિનોદભાઈ સ્વસ્થ થવા લાગ્યા હતા અને તેમની ધારદાર રમૂજવૃત્તિ પણ એટલી જ સતેજ હોવાનું સૌને પ્રતીત કરાવ્યું હતું.

ભીષ્મ મૃત્યુ પૂર્વે બાણશૈયા પર સૂતા, મારે માંદગીની શૈયા પર સૂવાનું છે


ઉલ્લેખનિય છે કે, વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી, મકરસંક્રાતિના દિવસે થયો હતો, અને મહાભારતની કથા મુજબ મહાયુદ્ધમાં ઘવાયા પછી બાણશૈયા પર રહેલાં ભીષ્મ પિતામહે મકરસંક્રાંતિના દિવસે દેહત્યાગ કર્યો હતો. આથી વિનોદ ભટ્ટ ઘણી વાર રમૂજમાં એવું કહેતાં કે 'ભીષ્મ ગયા અને હું આવ્યો. બેય દિવસ તો એક જ છે. એટલે શક્ય છે કે મારામાં તેમના અવતારનો કશોક અંશ આવ્યો હોય. ભીષ્મ મૃત્યુ પૂર્વે બાણશૈયા પર સૂતા હતા. મારે માંદગીની શૈયા પર સૂવાનું છે. બંને શૈયામાં પીડા તો સરખી જ થાય ને'! બુધવારે ગુજરાતી હાસ્ય સાહિત્યના આ ભીષ્મ પિતામહે પણ પોતાની બાણશૈયાનો ત્યાગ કરીને અનંતની વાટ પકડી. જ્યારે જ્યારે હોઠ પર મલકાટ આવશે ત્યારે ત્યારે વિનોદ ભટ્ટ યાદ આવશે.

X
ભીષ્મ પિતામહની માફક મારી ય આ બાણશૈયા છે: વિનોદ ભટ્ટ । bhishm pitamah of mahabharat vinod bhatt says this is also my
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App