નહેરુએ જ આંબેડકરને કાયદા મંત્રી બનાવ્યાઃ મોદીના આક્ષેપ પર કોંગ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શર્માએ કહ્યું વડાપ્રધાન દેશની સંસ્કૃતિ અને સંસ્કારોનું સન્માન કરો - Divya Bhaskar
શર્માએ કહ્યું વડાપ્રધાન દેશની સંસ્કૃતિ અને સંસ્કારોનું સન્માન કરો

અમદાવાદ: બાબા સાહેબ આંબેડકરના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધંધુકાની ચૂંટણી સભામાં કોંગ્રેસે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ વડાપ્રધાન ખોટું બોલતા હોવાનો જવાબ આપ્યો હતો. તેમજ જણાવ્યું હતું કે નહેરુએ બાબા સાહેબને અન્ય સ્થળેથી જીતાડીને કાયદા મંત્રી બનાવ્યા હતા.

કોંગ્રેસ તરફથી આનંદ શર્માએ શું કહ્યું
 

-  સરદાર અને નહેરુ વિશે પીએમ બોલ્યા તેનાથી  મને દુઃખ થયું
- બીજેપી અને આરઆરએસની કઈ વિચારધારા છે તે દલિત આંદોલન વખતે જોવા મળી
- આજે મન બદલ્યું છે અને ઈતિહાસમાં તેમના વિચાર રહ્યા છે,  એ ઇતિહાસના પાના પર કાળી શાહીથી લખાયેલા છે
- વાસ્તવિકતા એ છે કે ડો. આંબેડકરની પોતાની એક વિચારધારા હતી અને મહત્વ હતું
- જેની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સન્માનથી ઓળખાણ કરી
- હિન્દુસ્તાનની આઝાદીની વાત આવી, દેશનું સંવિધાન લખાવની વાત આવી, તેની સંવિધાન સભામાં ડો. આંબેડકર ન હતા
- બોમ્બે રેસીડન્સીથી કોંગ્રેસના એમ આર જયકર ચૂંટાઈને આવ્યા હતા
- મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુએ સલાહ આપી કે સંવિધાન સભા ડો. આંબેડકર વગર ન થઈ શકે
- એમની ભૂમિકા વિશેષ મહત્વની છે જે ભારતના સંવિધાનને લખવામાં આવશે
- કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ડો જયકરને પંડિત નહેરુએ સીટ ખાલી કરાવીને ડો. આંબેડકરને કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં ચૂંટી લાવ્યા
- કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં જે પ્રસ્તાવ રાખ્યો તે જવાહરલાલ નહેરુએ રાખ્યો હતો
- આંબેડકરને ડ્રાફ્ટિંગ ગ્રૂપના ચેરમેન બનાવાયા
- જ્યારે નવેમ્બર 1949માં સંવિધાનની પ્રસ્તાવના લખી ડ્રાફ્ટ એસેમ્બલીને આપી
- તેમાં પંડિત નહેરુની તેમણે ભરપૂર પ્રસંશા કરી હતી અને કોંગ્રેસ પાર્ટીનો આભાર માન્યો હતો
- તેમાં લખ્યું છે કે જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસના સહયોગ વગર કામ પૂર્ણ ન થઈ શકે 
- એ સાચુ છે કે 1952માં જે પહેલી ચૂંટણી થઈ તેમાં આંબેડકર એ મોટા માણસ હતા અને પોતાની પાર્ટી હતી તેમાંથી જ લડવાનું તેમણે નક્કી કર્યું હતું
- કોંગ્રેસ તેમને રજૂઆત કરી હતી કે કોંગ્રેસ પક્ષ તરફથી તેઓ લડે, પણ તેમણે સ્વીકાર્યુ ન હતું
- જો કે તેઓ જવાહરલાલ નહેરુ સાથે નાણાંમંત્રી હતા
-  ચૂંટણી થઈ તેમાં બદનસીબે કોંગ્રેસ ઉમેદવાર સામે ચૂંટણી ન જીતી શકે
-  જવાહરલાલે ડો આંબેડકરને શુભકામના આપી હતી અને કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં કોઈ પ્રચાર કર્યો ન હતો
- તેઓ તેમના મંત્રી હતા અને તેમનું ખૂબ સન્માન કરતા હતા
- મોદીજી કહે છે કે બંગાળથી ચૂંટણી લડીને આવ્યા એ થોડું હોય એ તો દેશના નેતા છે ગમે ત્યાં ચૂંટાઈ આવે
- એવું ન હોય તો નરેન્દ્ર મોદીએ અરૂણ જેટલી, સ્મૃતિ ઈરાનીને કાઢી મૂકવા જોઈએ
- તેઓ બંગાળથી ચૂંટાઈને આવ્યા અને નહેરુ સાથે કાયદા મંત્રીનું કામ કરતા રહ્યા
- વડાપ્રધાન સંવિધાન ઓછું વાંચ્યું છે કે વાંચ્યું નથી એવું મને લાગે છે
- કેમ કે દેશનો કોઈપણ નાગરિક ક્યાંય પણ જઈ શકે છે
- ડો આંબેડકરે લખેલા સંવિધાનને વાંચી લો અને તેનું સન્માન કરો
- ચૂંટાઈને ન આવ્યા એટલે બીજેથી જીતાડીને લાવનાર નહેરુનું વડાપ્રધાને સન્માન કરવું જોઈએ કે અપમાન 
- બહુ થઈ ગયું સાચું બોલાવી આદત પાડો, સાચા વિષયો પર ચર્ચા કરો, ભાવના ન ભડકાવો, લોકોને ભ્રમિત ન કરો
- દેશની સંસ્કૃતિ અને સંસ્કારોનું સન્માન કરો
- પૂર્વ વડાપ્રધાનનું સન્માન કરો, વારંવાર તમારા પહેલાના વડાપ્રધાનોને અપમાનિત કરો છો
- એમ કહીને કે પહેલીવાર બધુ થઈ રહ્યું છે
- અમને ચિંતા થાય છે કે અમારા દેશના વડાપ્રધાનની માનસિકતા બીમાર છે, અસ્વસ્થ છે
- પ્રાર્થના કરીએ કે ખોટી માનસિકતાથી બહાર આવો

અન્ય સમાચારો પણ છે...