Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » અ'વાદઃમહિલા અધિકારીનું 8 વર્ષથી જીવવું હરામ, અશ્લીલ મેસેજથી કરે છે હેરાન, women harassment: Government officer harasses colleague for 8 years in gandhinagar

અ'વાદઃમહિલા અધિકારીનું 8 વર્ષથી જીવવું હરામ, અશ્લીલ મેસેજથી કરે છે હેરાન

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 01:38 PM

નરેશ પટેલ તેને તું શું કામ જીવે છે,તું મરી જા,તને રસ્તામાં એસિડ ફેંકીશ, પેટ્રોલ છાંટીને સળગાવી દઈશ' એવી ધમકીઓ આપતો હતો

  • અ'વાદઃમહિલા અધિકારીનું 8 વર્ષથી જીવવું હરામ, અશ્લીલ મેસેજથી કરે છે હેરાન, women harassment: Government officer harasses colleague for 8 years in gandhinagar
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    નરેશ પટેલ તેને 'તું શું કામ જીવે છે? તું મરી જા, તને રસ્તામાં એસિડ ફેંકીશ, પેટ્રોલ છાંટીશ અને સળગાવી દઈશ' એવી ધમકીઓ પણ આપતો હતો

    અમદાવાદઃ માણસ ક્યારે વિકૃત થઈ જાય તેની પોતાને જ ખબર રહેતી નથી. આ માનસિક વિકૃતિને કારણે ઘણીવાર બીજા લોકોને પીડા ભોગવવાનો વારો આવે છે. અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 11 એપ્રિલના રોજ એક ક્લાસ વન મહિલા અધિકારીએ તેના પૂર્વ સાથી કર્મચારી સામે ત્રીજી પોલીસ ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપી સામે અશ્લિલ મેસેજ અને એસિડ ફેંકવાની ધમકી આપવાથી લઈ વિવિધ પ્રકારે પ્રતાડિત કરવાની ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી નરેશ પટેલ 9 મહિના જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે.

    2008માં જિલ્લા પંચાયતમાં સાથે કરતા નોકરી


    ઘટનાની વિગતે વાત કરીએ તો કોમલબહેન 2008માં જિલ્લા પંચાયતમાં નોકરી કરતા હતા ત્યારે નરેશ પટેલ પણ ત્યાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હતા અને મિટિંગમાં મળતાં પરિચય થયો હતો. કોમલબહેનની વર્ષ 2010માં આરોગ્ય વિભાગના હિસાબી અધિકારી તરીકે બદલી થઈ. જોગાનુજોગ, નરેશ પટેલની બદલી પણ ગાંધીનગરમાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર તરીકે થઈ હતી.

    આગળ જાણો છેલ્લા 8 વર્ષમાં કેવી રીતે મહિલાને હેરાન-પરેશાન કરી મુકી તે અંગેની વિસ્તાર પૂર્વકની વાતો

  • અ'વાદઃમહિલા અધિકારીનું 8 વર્ષથી જીવવું હરામ, અશ્લીલ મેસેજથી કરે છે હેરાન, women harassment: Government officer harasses colleague for 8 years in gandhinagar
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હાલ ગાંધીનગર, આરોગ્ય વિભાગમાં હિસાબી અધિકારી તરીકે કાર્યરત છે પીડિત મહિલા

    નારણપુરાના નરેશ ઈશ્વર પટેલ પર છે ગંદા મેસેજ અને ધમકીઓ આપવાનો આરોપ

     

    હાલ ગાંધીનગર, આરોગ્ય વિભાગમાં હિસાબી અધિકારી તરીકે કાર્યરત કોમલબહેન પરમાર નામના મહિલા અધિકારીએ ગાંધીનગરમાં જ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર તરીકે કામ કરતાં, નારણપુરાના રહીશ નરેશભાઈ ઈશ્વરલાલ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ચોંકાવનારી બાબત એ છે કે, અગાઉ બે વખત ફરિયાદ નોંધાવવા છતાં નરેશ પટેલ ધમકી આપીને પરેશાન કરતાં હોવાથી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. ‘હેરાનગતિ કરવી નહીં' એ શરતે હાઈકોર્ટે જામીન આપ્યાં પછી પણ સરકારી અધિકારીએ આ કૃત્ય આચર્યાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

  • અ'વાદઃમહિલા અધિકારીનું 8 વર્ષથી જીવવું હરામ, અશ્લીલ મેસેજથી કરે છે હેરાન, women harassment: Government officer harasses colleague for 8 years in gandhinagar
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર તરીકે કામ કરતા નરેશભાઈ પટેલ રસ્તામાં પરેશાન કરતા હોવાની ફરિયાદ કોમલ બહેને નોંધાવતા અડાલજ પોલીસે ધરપકડ કરી હતી

    2010થી નરેશ પટેલ કરે છે હેરાન

     

    કોમલબહેન પરમારે મહિલા ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે વર્ષ 2010થી ગાંધીનગર જૂના સચિવાલયમાં આરોગ્ય વિભાગમાં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવે છે અને કારમાં અપડાઉન કરે છે. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર તરીકે કામ કરતા નરેશભાઈ પટેલ રસ્તામાં પરેશાન કરતા હોવાની ફરિયાદ કોમલ બહેને નોંધાવતા અડાલજ પોલીસે ધરપકડ કરી હતી.

     

    હાઈકોર્ટે હેરાન ના કરવાની શરતે આપ્યા હતા જામીન

     

    હાઈકોર્ટ તા. 17-12-2013ના રોજ શરતી જામીન આપ્યા હતા. ફરિયાદી કે તેમના પરિવારને ફોન કે મેસેજ કરીને હેરાનગતિ કરવી નહીં તેવી શરતો સાથે જામીન અપાયાં હતાં. આમ છતાં કોમલબહેનને પરેશાન કરવામાં આવતાં તા. 30-12-2014ના રોજ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં બીજી વખત ફરિયાદ નોંધાવી હતી.

  • અ'વાદઃમહિલા અધિકારીનું 8 વર્ષથી જીવવું હરામ, અશ્લીલ મેસેજથી કરે છે હેરાન, women harassment: Government officer harasses colleague for 8 years in gandhinagar
    જુદા-જુદા મોબાઈલ ફોન ઉપરથી મેસેજ કરી આપે છે ધમકી અને ગાળો

    ‘તું શું કામ જીવે છે? તું મરી જા, તને રસ્તામાં એસિડ ફેંકીશ, પેટ્રોલ છાંટી સળગાવી દઈશ'

     

    ત્યાર બાદ પણ તા. 3-10-2014ના રોજથી અત્યાર સુધી ઓફિસે અને રસ્તામાં આવતાં-જતાં તેમજ ઘરે હોય ત્યારે જુદા-જુદા મોબાઈલ ફોન ઉપરથી ‘તું શું કામ જીવે છે? તું મરી જા, તને રસ્તામાં એસિડ ફેંકીશ, પેટ્રોલ છાંટીશ અને સળગાવી દઈશ' તેવી ધમકીઓ આપતા હોવાની ફરિયાદ મહિલા ઈસ્ટ પોલીસમાં નોંધાવાઈ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ