એસજીવીપી-જીપીએલ-૩માં વન્ડર ક્રિકેટ એકેડેમી અજમેર વિજેતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસજી હાઇવે ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ, છારોડી એસજીવીપી ખાતે ૭ એપ્રિલથી ૧૦ જુન સુધી એસજીવીપી સ્પોર્ટ એકેડેમી દ્વારા જીપીએલ-૩ (ગુરુકુલ પ્રિમિયમ લીગ) -૨૦૧૩ ઓલ ઇન્ડિયા ઓપન ડે નાઇટ ક્રિકેટ ટુનૉમેન્ડનું આયોજન કરાયુ છે. જેમાં દેશભરમાંથી ૧૭૫ ટીમો ભાગ લઇ રહી છે. ગુરુવારે ુન્ડર ક્રિકેટ એકેડેમી ડીમ અજમેર (રાજસ્થાન) અને કેરી પેકર એકેડેમી ક્રિકેટ ટીમ, અમરેલી વચ્ચે મેચ યોજાઇ હતી. જેમાં અજમેર વન્ડર ક્રિકેટ એકેડેમી ટીમે (૧૨૮-૭) અમરેલી (૧૨૩-૫)ને ૫ રનથી હરાવી વિજેતા થઇ હતી. તે બદલ ગુરુકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ વિજેતા ટીમ તથા મેન ઓફ મેચ યોગેશ મરડિયાને પ્રોત્સાહિત કર્યા હતાં.

ફોટોઃ નરેન પંચાલ