અમદાવાદઃ ફરી એકવાર બેન્કનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફરી એકવાર બેન્કનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ નારોલમાં બીઓબીનું એટીએમ લૂંટાતા સહેજ માટે બચી ગયું નારોલ જૂની ર્કોટ પાસે છ માસ અગાઉ શરૂ થયેલી બેંક ઓફ બરોડાનું એટીએમ મશીન તોડીને તસ્કરોએ પૈસા ચોરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી.એટીએમ તોડવા આવેલા તસ્કરે સૌથી પહેલા બેંકની બહાર લાગેલા સીસી ટીવી કેમેરાના વાયર કાપી નાખ્યા હતા. ત્યારબાદ એટીએમ મશીનમાં લાગેલા સીસી ટીવી કેમેરાની ઉપર સેલોટેપ લગાવી દીધી હતી.જેથી તેની એક પણ હરકત સીસી ટીવી કેમેરામાં કેદ થઇ નથી.તસ્કરને એટીએમ મશીનનો પૈસા લોડ કરવાનો દરવાજો તોડવામાં સફળતા મળી હતી,પરંતુ તેની આગળ જઇ નહીં શકતા તેને ખાલી હાથે પાછા ફરવાનો વારો આવ્યો હતો. તસવીરોઃ રાજા પટેલ, અમદાવાદ તસવીરોમાં જુઓ A.T.M ચોરોએ કેવી બુદ્ધી વાપરી