રેલવે કર્મચારીઓની ડીઆરએમ મેરેથોન દોડ યોજાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ગાંધીગ્રામ રેલવે ઓફિસર ક્લબ, અમદાવાદ ખાતે ડીઆરએમ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ તથા તેમના પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું.

આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ ડિવિઝનના સિનિયર જનસંપર્ક અધિકારી જીતેન્દ્રકુમાર જયંતે જણાવ્યું કે, દર વર્ષે યોજાતી આ ડીઆરએમ મેરેથોન દોડમાં રેલવે કર્મચારીઓના બાળકો, મહિલાઓ અને પુરૂષોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ દોડ ૪ કિલોમીટર અને અને ૮ કિલોમીટર વર્ગગ્રુપમાં અલગ અલગ વિભાગમાં યોજાઈ હતી. જેનો શુભારંભ અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ આલોક તિવારીએ કરાવ્યો હતો. જ્યારે પશ્ચિમ રેલવે મહિલા સમાજ સેવા સમિતિની અધ્યક્ષા રચના તિવારી તથા ડીઆરએમના હસ્તે દોડના વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા. આ દોડમાં ડિવિઝનના ૨૦૦થી વધુ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. તસવીરોઃ ઓમકાર ઠાકુર