• Gujarati News
  • Jisetani Examination For 20 Thousand Students Reported

જીસેટની પરીક્ષા માટે ૨૦ હજાર વિદ્યાર્થી નોંધાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (જીસેટ)ની પરીક્ષા માટે ૧ જુનથી પુસ્તિકા વિતરણ અને ઓનલાઇન રજીસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. જેમાં અત્યાર સુધી ૨૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં હજુ વધુ વિદ્યાર્થીઓ નોંધાશે તેમ જીસેટ કમિટીના સુત્રોએ જણાવ્યું હતું.
જીસેટની પરીક્ષા માટે ૧ જુનથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થયું હતું. જેમાં ૧૧ જુન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દરમ્યાન ૧ જુનથી ૬ જુન બપોર સુધીમાં ૨૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ જીસેટની પરીક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી દિવસોમાં આ આંકડો ૩૦ હજારને પણ પાર કરી જશે તેવી શક્યતા જીસેટના સુત્રોએ જણાવ્યું હતું.