ગુજરાતમાં ભાંગફોડ માટે મોકલી દેવાયા છે રૂપિયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વડોદરાના કુખ્યાત શખ્સને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો
- રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો આવી પ્રકાશમાં
- આતંકી ખાલીદને લુકમાને ૩ લાખ અફ્રિકાથી મોકલી આપ્યા હતા

પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને લશ્કર-એ-તોઇબા દ્વારા ભારતમાં આતંકવાદ ફેલાવવાના ષડ્યંત્રના કેસમાં છેલ્લાં નવ વર્ષથી નાસતા ફરતા વડોદરાના કુખ્યાત ખાલીદ અનવર શેખને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી મંગળવારે પકડી પાડ્યો છે. ત્યાર બાદ આરોપીને રિમાન્ડ દરમિયાન વિવિધ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ,ગુજરાતના આતંકવાદના તાર આફ્રિકા સાથે જોડાયા હોવાની વિગત પણ ખુલી છે આ ઉપરાંત આફ્રિકાના લુકમાન નામના વ્યક્તિએ ગુજરાતમાં ભાંગફોડની પ્રવૃત્તિ કરવા માટે ૩ લાખ મોકલી આપ્યા હોવાની ચોંકાવનારી વિગત ખુલી છે.બીજી તરફ આ વિગત ખુલ્યા બાદ આરોપી હથિયાર છોટા ઉદયપુરના જાવેદ જવલા નામની વ્યક્તિ પાસેથી લાવ્યો હતો હથિયારો લાવવામાં કોણે કોણે મદદ કરી? હથિયારો જેણે મંગાવ્યાં હતાં તેના નાણાં કોણે કોણે પૂરા પાડ્યા? આ પ્રવૃત્તિમાં રાજ્ય કે આંતરરાષ્ટ્રીય ગેંગ સંકળાયેલી છે? હવાલા મારફતે નાણાં પૂરા પડાયા હોવા સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.- ખાલીદ ૨૦૦૩માં સાઉથ આફ્રિકા ભાગી ગયોખાલીદ મુંબઈ ખાતે લુકમાન નામના આરોપીને મળ્યો હતો ત્યાર બાદ લુકમાન ખાલીદને સાઉથ આફ્રિકાના એરપોર્ટ પર લેવા ગયો હતો. આ ઉપરાંત જ્હોનિસબર્ગ ખાતે રહેવાની પણ વ્યવસ્થા કરી આપી હતી. જેથી છેલ્લાં ઘણાં વર્ષથી તે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયો હોવાની પોલીસને શંકા છે. આ ઉપરાંત આરોપીને બોગસ પાસપોર્ટ કોણે કાઢી આપ્યો તે મુદ્દે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, આ કેસમાં લુકમાન હજુ વોન્ટેડ છે.