મોંઘવારી નક્કી કરવા રિઝર્વ બેંક ઘરે-ઘરે કરશે સર્વે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોલસેલ ચીજ વસ્તુઓના ભાવના આધારે મોંઘવારી નક્કી ન થઈ શકે કારણ કે રિટેલમાં તે જ વસ્તુનો ભાવ ઘણો ઉંચો હોય છે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઘરે ઘરે કુલ આવક અને તેમાં જીવન જરૂરી વસ્તુ પાછળ થતાં કુલ ખર્ચ અંગે સરવે કરશે.અમદાવાદ સહિત દેશના ૧૨ શહેરોમાં આ સરવે કરવામાં આવશે. આ સરવેમાં ૪ હજાર પરિવારોને આવરી લેવામાં આવશે. આ સરવે માટે બિયોમોન્ટ કન્સલટન્સી નામની એજન્સીની સેવા લેવામાં આવી છે જે રિઝર્વ બેંક વતી સરવેની કામગીરી કરશે. આ સરવેના પરિણામના આધારે ફુગાવો ખરેખર કેટલો અસર કરે છે તે જાણી શકાશે અને આ આંકડાઓનો ઉપયોગ આગામી મોનીટરી પોલીસીમાં કરવામાં આવશે.