• Gujarati News
  • Government Officials Will Also Attend Lectures On Motivesa

પ્રમોશન અને ટ્રાન્સફરથી નરાજ બાબુઓને મોટીવેશનના ડોઝ અપાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રમોશન અને ટ્રાન્સફરથી નારઝ થયેલા ખાનગી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓ માટે જ મેનેજમેન્ટ મોટીવેશનના પ્રયોગો વિચારતું હોય તેવું નથી, સરકારી નોકરી કરનારા કર્મચારીઓ અને અધિકારીઓ જે પ્રમોશન અને ટ્રાન્સફરથી નરાજ છે તેમના માટે પણ મોટીવેશનના ડોઝ હાયર લેવલ પર વિચારવામાં આવે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમસના દેશભરના ચીફ કમિશનર્સની મીટિંગ દિલ્હી ખાતે નાણાં મંત્રીએ રાખી છે. આ મીટિંગમાં ચર્ચાના કેટલાંક મુદ્દાઓની સાથે એક મહત્વનો મુદ્દો આ પણ છે. કારણ કે હાલમાં જ બોર્ડે કર્મચારીઓના પ્રમોશન અને ટ્રાન્સફરના ઓર્ડર્સ કર્યા છે.
આ ઉપરાંત સર્વિસ ટેક્સના નેગેટિવ લિસ્ટમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે અને સેન્ટ્રલ એક્સાઈઝ અને સર્વિસ ટેક્સના નવા તૈયાર થઈ રહેલા નવા ટેક્સ કોડ અંગે ચર્ચા થશે. સર્વિસ ટેક્સ અને એક્સાઈઝની કરદાતાઓ માટે અમલી મુકાયેલી નવી ઓટોમેશન સિસ્ટમમાં આવી રહેલી ખામીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.