પલ્લવ ચાર રસ્તા પાસે હાઇ વોલ્ટેજ લાઇનનાં ટ્રાન્સફોર્મરમાં આગ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના શાસ્ત્રીનગર પાસે આવેલાં પલ્લવ ચાર રસ્તા પાસે હાઇ વોલ્ટેજ લાઇનનાં ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગતાં લોકોનાં ટોળા ભેગાં થયાં હતા.શહેરનાં ૧૩૨ ક્ષ્ટ રૂટ પર આવેલાં પલ્લવ ચાર રસ્તા પાસે બીઆરટીસએસ બસ સ્ટેન્ડ નજીક શાસ્ત્રીનગર પાસે આવેલા અંબિકા એપાર્ટમેન્ટ પાસેનાં ચાર રસ્તા પાસે એક હાઇ વોલ્ટેજ લાઇનનું ટ્રાન્સફોર્મર છે, જયાં રાત્રે ૧૨.૩૦ વાગ્યા બાદ શોર્ટ સર્કીટને લીધે આચનક તણખા ઉઠયા બાદ એકાએક વિસ્ફોટ થતો હોય તેવા મોટાં અવાજ સાથે આગ ફાટી નીકળી હતી.જેને પગલે આ રસ્તા પરથી પસાર થતાં લોકો અને આજુબાજુ રહેતાં લોકોનાં ટોળા રસ્તા પર ઉતરી આવ્યાં હતા. આ ટાન્સફોર્મરની નજીકમાં મેટરનીટી હોમ અને રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાવા પામ્યો હતો. પરંતુ, આ લખાય છે ત્યાં સુધી જાનહાનિ કે કોઇ મોટા નુકશાન થયાની માહિતી પ્રાપ્તથઇ નથી.