• Gujarati News
  • Stone Throwing On Truck After Accident In Gandhinagar

ગાંધીનગર: અકસ્માત બાદ રેતીની ટ્રકો પર પથ્થરમારો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-માતેલા સાંઢની જેમ દોડતી ડમ્પર ટ્રકો છાશવારે સજેઁ છે અકસ્માતો

ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં દિવસ રાત માતેલા સાંઢની જેમ દોડતી રહેતી અને છાશવારે અકસ્માતો સર્જતી રેતીની હેરાફેરી કરતી ડમ્પર ટ્રકે ગત રાત્રે અકસ્માત સર્જ્યા બાદ શુક્રવારે સવારે બીજો અકસ્માત કરતાં રોષે ભરાયેલા યુવાનોના ટોળાએ તે ટ્રક ઉપરાંત અહીંથી પસારથતી અન્ય ચાર ટ્રકોને આંતરી ભારે પથ્થરમારો કરી તેના કાચ તોડી નાખ્યા હતાં ઉપરાંત ટાયરોમાંથી હવા કાઢી નાખીહતી. રાબેતામુજબ બધુ પતી ગયા પછી ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી તેથી કાયદેસરની કાર્યવાહી કરવા પક્ષે કંઇ બાકી રહ્યું ન હતું.

શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં પુરપાટ દોડતી આવેલી ટ્રકે પેથાપુર ચોકડી પાસે એક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેથી રિક્ષા દૂર સુધી ફંગોળાઇ ગઇ હતી. આ અકસ્માતમાં જો કે સદનસીબે કોઇ જાનહાની થવાપામી ન હતી, પરંતું બેફામ વાહન હંકારવાના વધતા બનાવો જોઇ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને જોતજોતામાં ટોળાએ ડ્રાયવરને આડે હાથ લેવા સાથેભારે પથ્થરમારો કરી એક પછી એક પાંચ ટ્રકના કાચનો ભુક્કો બોલાવી દીધો હતો.

વધુ નાણાં માટે ચાલકો ૮૦ની ઝડપે ટ્રક દોડાવે છે

રાત્રી દરમિયાન રેતીની ગેરકાયદે હેરાફેરી થાય છે ત્યારે ટ્રક સંચાલકો નિયત કરતાં બે ફેરા વધુ કરે તે ડ્રાયવરને રૂપિયા એક હજાર વધુ આપી રહ્યાં છે, જેના કારણે ટ્રક ડ્રાયવરો નાણાંની લાલચમાં કલાકના ૮૦થી ૯૦ની ઝડપે એટલે કે બેફામ વાહનો દોડાવી રહ્યાં છે. જેના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે.