• Gujarati News
  • Voter Identification Card Will Be Students From Colleges

કોલેજોમાં જ વિદ્યાર્થીઓને મતદાર ઓળખકાર્ડ અપાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા કોલેજોમાંથી જ વિદ્યાર્થીઓને મતદાર ઓળખકાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. જેના માટે તેમણે દરેક કોલેજોમાં નામ નોંધણી માટે વિદ્યાર્થિઓના ફોર્મ નંબર-૬ મોકલી દીધા છે. ઉપરાંત કોલેજમાંથી જ વિદ્યાર્થીઓને ફોર્મ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે અને ભરેલા ફોર્મ પણ કોલેજમાં જ સ્વિકારવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે હાલમાં કોલેજોમાં પરીક્ષા ચાલતી હોઇ તેમના માટે અને જેઓની પરીક્ષા પૂર્ણ થઇ છે તેમના માટે પણ કોલેજમાં જ વ્યવસ્થા કરાઇ છે.
ઉપરાંત દરેક અધિકારીને પોતાના વિસ્તારમાં આવેલા મોટા ઓધ્યોગીક ગૃહના કિસ્સામાં કામદારો અને કર્મચારીઓના નામની મતદાર યાદીમાં ચકાસણી અને નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ અંગે કલેક્ટર કચેરીમાં ચૂંટણીને લગતી કામગીરી સંભાળતા અધિકારી ભરત પરમારે જણાવ્યું હતું કે, કોલેજોમાં વિદ્યાર્થીઓને મતદાર ઓળખકાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.