કેસર કેરી પછી હવે ભાલીયા ઘઉંને ‘જીઆઇ’ ટેગ અપાયો

ભાલ પંથકમાં પેદા થતાં ઘઉંના નામે બીજા કોઇ પ્રદેશમાં વેપાર કરી શકાશે નહીં

Gautam Purohit

Gautam Purohit

Divyabhaskar.com | Updated - Aug 16, 2011, 09:03 PM
GI tag given to Bhaliya wheat after kesar mango

- ભાલ પંથકમાં પેદા થતાં ઘઉંના નામે બીજા કોઇ પ્રદેશમાં વેપાર કરી શકાશે નહીં
- ખેતી કરતાં પાંચ હજાર કિસાનોના અધિકારને કાયદાથી પ્રસ્થાપિત રક્ષણ મળશેગુજરાતમાં સૌરાષ્ટ્રની કેસર કેરી પછી હવે ભાલીયા ઘઉંને જયોગ્રાફિકલી ઇન્ડીકેશન (જીઆઇ) ટેગ પ્રાપ્તથયો છે. વિશ્વખ્યાત એવી આ પ્રોડકટ્સનું નામ ભાલ પંથક સિવાયના કોઇપણ પ્રદેશમાં આપી શકાશે નહીં. ત્રણ જિલ્લાની હદ ધરાવતા ગુજરાતના ભાલ પંથકના પાંચ હજાર ખેડૂતોને કાયદાથી પ્રસ્થાપિત રક્ષણ મળ્યું છે.અમદાવાદ, ભાવનગર જિલ્લાનો કિનારો તેમજ આણંદના કેટલાક વિસ્તારને આવરી લેતાં ભાલ પ્રદેશના ભાલીયા ઘઉં લાંબા દાણામાં વધારે પ્રોટીનયુકત હોય છે. આ નામ સાથે ગુજરાત અને અન્ય રાજ્યોમાં વેપારીઓ બીજી કવોલિટીના ઘઉં વેચતા હોવાથી મૂળ પ્રોડકટને ઘણું નુકશાન સહન કરવું પડ્યું છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન તરફથી ભાલીયા ઘઉંને જીઆઇ ટેગ મળે તે માટે કેન્દ્રમાં દરખાસ્ત કરી હતી, જેને મંજુરી આપી દેવામાં આવી છે. અગાઉ આ કોર્પોરેશનને જુનાગઢની પ્રખ્યાત કેસર કેરી માટે જીઆઇ ટેગ પ્રાપ્તકરાવી આપ્યો છે.ભાલ પ્રદેશના અંદાજે બે લાખ હેકટર વિસ્તારમાં ઓકટોબરના અંત થી નવેમ્બરના પહેલા સપ્તાહમાં ઘઉંની વાવણી શરૂ થાય છે અને માર્ચ થી એપ્રિલમાં પાક બહાર આવે છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષે ૧.૭૦ લાખ થી ૧.૮૦ લાખ મેટ્રીક ટનનું ભાલીયા ઘઉંનું ઉત્પાદન થાય છે.આ ઘઉંમાં સિંચાઇના પાણીની જરૂર નથી, માત્ર ચોમાસાના વરસાદના ભેજથી ઉત્પાદિત થાય છે.આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એ.એમ.શેખ કહે છે કે અમદાવાદ થી લઇને ભાવનગર અને ખંભાત સુધી ફેલાયેલા ભાલ પંથકમાં ઘઉંની વાવણી કરનારા કિસાનોને ફાયદો થશે. બીજા કોઇ પ્રદેશમાં તેની નકલ થઇ શકશે નહીં. ભાલ પ્રદેશમાં ઘઉંનું વાવેતર આઝાદી પહેલાંથી કરવામાં આવે છે. જીઆઇ ટેગ મળતાં જીઆઇસી અને કૃષિ ઉત્પાદન બજાર તરફથી ખેડૂતોને કાયદાથી રક્ષણ મળશે.

X
GI tag given to Bhaliya wheat after kesar mango
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App