દેશનો પ્રથમ ભદ્રાકાર ભૂલભૂલામણીવાળો ભમરિયો કુવો

દહેગામ તાલુકાના હાલીસાનો કુવો ઓછી જગ્યામાં જળ સંગ્રહ, આરામ માટે અદ્દભૂત

Sharif Shaikh

Sharif Shaikh

Divyabhaskar.com | Updated - Nov 23, 2010, 06:33 PM
Bhadra kara well in gujarat first bhamariyo kuvo

well256_256દહેગામ તાલુકાના હાલીસાનો કુવો ઓછી જગ્યામાં જળ સંગ્રહ, આરામ માટે અદ્દભૂત

હાલમાં તા. ૧૮ થી રપ નવેમ્બર સુધીના એક સપ્તાહ માટે વિશ્વ આખામાં વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શરૂ થઇ છે. જેના ભાગરૂપે ગુજરાતના જાણીતા ઐતિહાસિક સ્થળોપર સાજ સજાવટ કરી ઉજવણી કરાય છે પરંતુ રાજ્યમાં એવી અસંખ્ય ઐતિહાસિક ધરોહર છે જે તંત્ર દ્વારા અપેક્ષિત છે તો કેટલીયે કાળક્રમે દેખરેખના અભાવે જમીનમાં ધરબાઇ ગઇ છે.ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા ગામે દેશની પ્રથમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનેલી જયા પ્રકારની વાવ ઉપરાંત તાલુકાના હાલીસા ગામે સાતસો વર્ષ પૂરાણો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનેલો ભદ્રા પ્રકાર એટલે કે બે પ્રવેશદ્વાર વાળો દેશનો પ્રથમ ભૂલભૂલામણીવાળો ભમરિયો કૂવો આવેલો છે જે તંત્રની દેખરેખના અભાવે નામશેષ થવા આંસુ સારતો ઉભો છે.હાલીસા ગામે આવેલ ભદ્રા પ્રકારનો ભમરિયો કૂવો પાંચ માળનો છે. જેમાં બત્રીસ ઝરૂખા (બારીઓ) આવેલા છે. કૂવામાં પ્રવેશતાની સાથે જ ભૂલભૂલામણીની અજાયબ શરૂ થાય છે. આ કૂવો અટલે એક પ્રકારની વાવ પ્રકારનો છે જેની રચના ભૂલભૂલામણીવાળી ચારે તરફ બારીઓનો અદ્ભૂત નજારો જોવા મળી શકે છે. કૂવાના તળીયાથી માંડી ઉપર પ્રવેશદ્વાર સુધી બારીઓ મુકવામાં આવી છે જયાં મુસાફરો તથા વટેમાર્ગુ દિવસ દરમિયાન રહી શકે અને આવા મહેલ ટાઇપના કૂવાનો નજારો જોઇ થાક પોરો ખાઇ શકે.ભમરિયા કૂવાનું નિર્માણ ૧૪ મી શતાબ્દીમાં મુસ્લિમ સાશનકાળમાં થયું હોવાનું સાબરકાંઠા જિલ્લાની વાવોની સ્થાપત્ય કલાનો ઈતિહાસ વિષય પર પી.એચ.ડી. કરનાર જવાહર નવોદય વિઘાલય ગાંધીનગરના અધ્યાપક ડો. અનિરૂધ્ધ કુમાર શર્માએ જણાવ્યુ હતું.ડો. શર્માએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામીણ દંતકથાઓમાં જે જગ્યાનો રસ્તો ભૂલી જવાય તેવી જગ્યા હોય તેને ભૂલભૂલામણી કહીએ છીએ. ભમરિયા કૂવાની રચના પણ ગોળ ગોળ ફરી શકાય તેવો ભૂલભૂલામણીવાળો કૂવો હોવાના કારણે ભમરિયો કૂવો કહીએ છીએ અને મુસ્લિમ શાસનમાં બન્યું હોવા અંગે ડો. અનિરૂધ્ધકુમાર માહિતી આપી હતી કે કૂવાનો ઝરૂખો મિસ્જદમાં હોય તેવા મહેરાબ (કમાન) વાળો છે અને ઇસ્લામી સ્થાપત્યની વિશેષતાએ હોય છે કે ઇમારતોમાં ગુંબદ અને કમાનદાર બારી, દરવાજા અને નિનારા વગેરે હોય છે.ભમરિયા કૂવામાં પણ બારીઓ કમાનવાળી છે અને આ કૂવા ખૂબ જ ઓછી જગ્યામાં ઉમદા રીતે અન્ય વાવો કરતા ચઢીજાય તેવી રીતે નિર્માણ કાર્ય કરાયેલ છે. ભમરિયા કૂવામાં પ્રવેશી અવાજ કરીએ તો અવાજ પણ ગુંજે છે. કૂવો ૧૭ મીટર લાંબો, ઉંડાઇ આશરે ૩પ મીટર ઉંડો છે. જેમાં પ્રવેશદ્વાર દોઢ મીટર છે. આવી નયનરમ્ય અદ્ભૂત કહી શકાય તેવી ઐતિહાસિક વાવ તંત્રના દેખરેખના અભાવે કૂવામાં ચોતરફ ગંદકી ફેલાઇ ગઇ છે અને દિવસેને દિવસે અદ્ભૂત અલૌકિક કૂવાનું નૂર હણાઇ રહ્યુ છે.દંતકથા મુજબ ભમરિયા કૂવામાં ભરવાડ સમાજની સાત સ્ત્રીઓ જે તે સમયે પાણી ભરવા ગઇ જે પરત ફરી જ ન હતી અને ત્યારબાદ અંદર આવેલ બે રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. અદ્ભૂત નજારા, હવા મહેલ, પીવાના પાણીની ઉપલબ્ધતા તથા આરામ સ્થળ જેવા બહુઉપયોગી માટે તથા જે તે સમયના રાજા-રાણી કે રાજકુંવર-રાજકુંવરી માટે સંતાકુકડી રમવા નિમાર્ણાધીન ઐતિહાસિક વાવ તંત્રની દેખરેખના અભાવે કૂવામાં ચોતરફ ગંદકી ફેલાઇ ગઇ છે અને અદ્ભૂત કૂવાનું નૂર દિનપ્રતિદિન હણાઇ રહ્યુ છે.હાલમાં ચાલી રહેલ વિશ્વ વારસા સપ્તાહની ઉજવણીમાં માધ્યમ દ્વારા લાગતા વળગતા તંત્રના ધ્યાને ભમરિયા કૂવો આવે અને તાત્કાલિક અસરથી તેની સફાઇ અને મરામત કરાવાય તો ઐતિહાસિક ધરોહરની જાળવણી સાથે હાલીસા ગામ એક પર્યટક સ્થળ બની શકે તવું પણ ડો. અનિરૂધ્ધકુમાર શર્માએ જણાવ્યું હતું.Bhadra kara well in gujarat first bhamariyo kuvo
Bhadra kara well in gujarat first bhamariyo kuvo
Bhadra kara well in gujarat first bhamariyo kuvo
X
Bhadra kara well in gujarat first bhamariyo kuvo
Bhadra kara well in gujarat first bhamariyo kuvo
Bhadra kara well in gujarat first bhamariyo kuvo
Bhadra kara well in gujarat first bhamariyo kuvo
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App