અમદા...

24 કલાક ભારે વરસાદની આગાહી
24 કલાક ભારે વરસાદની આગાહી

prakash parmar

Jul 27, 2017, 08:56 AM IST
અમદાવાદ: શહેરમાં બુધવાર રાતથી ગુરુવાર સુધી પડેલા 7 ઇંચ જેટલા વરસાદના પગલે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. તેમજ શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન હજુ ભારે વરસાદ પડી શકે છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર મુકેશકુમારે શહેરીજનોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.
સાબરમતીમાં છોડાયું પાણી

શહેરમાં ગત મોડી રાત્રે અને આજે વહેલી સવારથી અંદાજે 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે સમગ્ર શહેરમાં પાણી ભરાયા છે. પાણી ભરાવવાના પગલે શહેરના 22 જેટલા રોડ બંધ થયા છે. અમદાવાદ મહાનગરપાલિકા શહેરના મોટાભાગના અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત ગાંધીનગરના સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં 61 હજાર ક્યુસેક પાણી છોડાતાં સાબરમતી નદીમાં ફરી પુરની શક્યતા વ્યાપક બની છે. તેમજ નગરજનોને રીવરફ્રન્ટ પર નહીં જવા મેયર અને મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી છે.
NDRFની વધુ 10 ટીમો ગુજરાત આવશે
ગામડી ખાતે વરસાદથી ફસાયેલા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા અમદાવાદ જિલ્લા કલેક્ટરએ વહેલી સવારથી જ કલેક્ટર કચેરીના કન્ટોલમાં પહોંચી કામગીરી હાથ ધરી છે. 6 જેટલી NDRFની ટીમો વહેલી સવારથી જ કાર્યરત થતાં ૩૫૦થી વધુ અસરગ્રસ્ત લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. મામલતદાર સહિતનો સ્ટાફ લોકોની સલામતી માટે ઉભા પગે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પૂરની પરિસ્થિતિને જોતાં NDRFની વધુ 10 ટીમો ગુજરાત આવશે.
વાંચોઃ
આગળની સ્લાઇડ્સમાં જુઓ, અમદાવાદ જળબંબાકાર
X
24 કલાક ભારે વરસાદની આગાહી24 કલાક ભારે વરસાદની આગાહી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી