૫૦

Divyabhaskar.com | Updated - Nov 19, 2016, 09:33 AM

૫૦

  • ૫૦
    અમદાવાદ: divyabhaskar.com દ્વારા The H.B. Kapadia New High Schoolના સહયોગ સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આર્ટીકલની શ્રેણીઓ દ્વારા બાળકોના વિકાસ અને તેમને લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં બાળકોની ટીવી સામે બેસી રહેવાની ટેવના કારણ અને નિરાકરણ સૂચવી રહ્યાં છે ડો. પ્રશાંત ભીમાણી.
    'ડૉક્ટર, મને ફરિયાદ કરતા પણ નવાઇ લાગે છે કે ખરેખર રિધમનું વર્તન અસામાન્ય કહેવાય કે કેમ?' સરિતાબહેનની સમસ્યા.
    'રિધમની સમસ્યા એ છે કે એ સ્કૂલથી ઘરે આવે પછી સીધો જ ટી.વી. સામે ગોઠવાઇ જાય. એના રૂમમાં જ ટી.વી. છે એટલે રૂમ બંધ કરીને આખો દિવસ ઇંગ્લીશ સિરિયલ્સ જોયા કરે છે. એને ટી.વી. જોવાની એવી ખરાબ લત છે કે, ટી.વી.ની સામે જ જમવાનું અને ત્યાં જ સૂઇ જવાનું પછી પાછું ઊઠીને ડિનર પણ ત્યાં જ લેવાનું. એની સિરિયલ્સના બધા એપિસોડ એક જ બેઠકે જોઇ નાખે. અત્યારે હિન્દીમાં '૨૪' નામની જે સિરિયલ આવે છે તેનું ઇંગ્લીશ વર્ઝન રિધમે ઘણા વખત પહેલા એક જ બેઠકે જોઇ નાંખેલું અને ટી.વી. જોતી વખતે એ એટલો બધો ટી.વી.માં પરોવાઇ જાય હોય છે કે, તમે બોલાવો તો એ સહેજ પણ જવાબ ન આપે. જાણે ધ્યાનબહેરો હોય એવું લાગે. એકદમ ટી.વી.માં જ ડૂબી જાય. જમવામાં પણ જે આપો તે જમી લે. સાંજે ઓર્ડર કરીને પીઝા જેવું કંઇક મંગાવી લે. પાછો મોડી રાત સુધી ટી.વી. જોયા જ કરે અને રાત્રે એક-બે વાગે સૂઇ જાય, પછી સવારે સ્કૂલે જવામાં દોડધામ થઇ જાય. કંટાળી ગઇ છું. આ ટી.વી.ના ત્રાસથી.'
    શું કહે છે ડોક્ટર?
    આમ તો ટી.વી.નું વ્યસન બહુ જૂનું છે. કેટલાક લોકો હવે ટી.વી.માંથી કોમ્પ્યૂટર અને મોબાઇલની સ્ક્રિન પર શિફ્ટ થઇ ગયા છે. તેમ છતાંય આજના જમાનામાં ટી.વી.ની સામે સોફામાં બેસી પોપકોર્ન ખાનારા પોટેટો કાઉચની સંખ્યા આજે પણ ઓછી નથી. ખાસ વાત તો એ છે કે આવા લોકો એક સામટું કલાકો સુધી ટી.વી. જોયા કરે છે.
    શું છે બિન્જ ટી.વી. વોચિંગ?
    જર્નલ ઑફ હેલ્થ સાયકોલોજીમાં આ 'બિન્જ ટી.વી. વોચિંગ'ની વૈજ્ઞાનિક વ્યાખ્યા તાજેતરમાં સૌ પ્રથમ વખત રજૂ થઇ છે. ન્યુકાસલ યુનિવર્સિટીના ડૉ. એમિલી વોલ્ટન-પેટિસનના સંશોધન મુજબ 'જો કોઇને એક જ બેઠકે કોઇ એક જ ટી.વી. શો કે સિરિયલના ઓછામાં ઓછા બે એપિસોડ જોવાની ટેવ હોય' તો તેને બિન્જ ટી.વી. વોચિંગ કહેવાય. જે ખતરનાક નિવડી શકે છે. જેનાથી અનેક શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓ ઊભી થાય છે. સૌ પ્રથમ તો બેઠાડું વર્તનના લીધે મેદસ્વીપણું વધવાનું બહુ ઝડપથી ચાલુ થઇ જાય છે. હૃદયની નળીઓમાં ચરબી જામવાની શરૂઆત થઇ જાય છે અને જ્યારે ટી.વી.ની સામે જમવાનું કે નાસ્તો કરવાનું શરૂ થાય ત્યારે ટી.વી. સિરિયલના લાગણીસભર કે ઉશ્કેરણીજનક દ્રશ્યો જોનારના ચેતાતંત્ર પર અસરો જન્માવે છે. પરિણામે બેફામ ખવાય છે. તેમજ પાચકરસોમાં ગરબડો ઊભી થઈ શકે છે.
    આગળની સ્લાઇડ્સમાં જુઓ, શરીર ઉપર કેવી પડે છે અસર?
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ