મંગળમંગળ

મંગળમંગળ

devendra dabhi

Aug 09, 2016, 10:20 AM IST
ગાંધીનગર : પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજીનામું આપતા પૂર્વે 15મી ઓગસ્ટથી ટોલ ટેક્સમાં મુક્તિની કરેલી જાહેરાતને રૂપાણી સરકારે પણ મંજૂરીની મહોર આપી દીધી છે. આ અંગેની જાહેરાત બુધવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે રાજ્ય સરકાર હસ્તકના 12 માર્ગો ઉપરના ટોલ ટેક્સમાં કાર, જીપ, રીક્ષા સહિતના વાહનોને મૂક્તિ અપાશે. આ સાથે એસટીની બસ અને ટેક્સી પાસીંગની કારને પણ ટેક્સ માફીનો લાભ મળશે. એસટી બસનો ટોલટેક્સ બંધ થતા હવે એસટી બસની ભાડામાં પણ ઘટાડો થશે.
અમદાવાદના એસપી રીંગ રોડ હાઇવે અંગે ઔડા નિર્ણય લેશે
નીતિન પટેલે ઉમેર્યુ કે ટોલ ટેક્સમાં માફીનો નિર્ણય માત્ર રાજ્ય સરકાર હસ્તકના 12 માર્ગો માટે છે. બાકીના 8 નેશનલ હાઇવે અંગે નિર્ણયની સત્તા કેન્દ્ર સરકારની હોવાથી તેનો નિર્ણય કેન્દ્ર સરકાર જ લઇ શકે છે. રાજ્ય સરકારના સ્ટેટ હાઇવે ઉપર ટોલ ટેક્સમાં માફી જાહેર કરાઇ છે ત્યારે અમદાવાદ શહેરમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર ટોલ ટેક્સ યથાવત રહેશે. નીતિન પટેલે કહ્યું કે આ રોડ બનાવવાનો ખર્ચ ઔડાએ કર્યો છે અને ટેક્સ વસૂલવાની સત્તા ઔડા પાસે છે જેથી ટેક્સ માફ કરવો કે નહીં તેનો નિર્ણય ઔડા જ લઇ શકશે.
ST બસના મુસાફરોને ભાડામાં રાહત મળશે
હાલ રાજ્યના તમામ ટોલ બુથ પર એસટીની બસોને પણ ટેક્સ ભરવો પડે છે આથી એસટીના ભાડામાં મુસાફરો પાસેથી ટોલ ટેક્સ પેટે ટિકીટ દીઠ નિયત રકમ વસૂલવામાં આવે છે. હવે એસટી બસોને પણ ટોલટેક્સમાંથી મૂક્તિ આપવામાં આવતા આ રૂટ પરની બસોની ટિકીટમાં ટોલ ટેક્સની રકમ બાદ કરવામાં આવશે તેથી 10થી 30 સુધી મુસાફરોને રાહત મળશે. અમદાવાદથી વડોદરાનું બસનું ભાડું 99 રૂપિયા છે જ્યારે પેસેન્જર પાસેથી 7 રૂપિયા ટોલ ચાર્જ મળી 105 રૂપિયા વસૂલ કરાય છે. એજરીતે સુરતનું ભાડું 151 રૂપિયા અને ટોલચાર્જ મળી 169 રૂપિયા, વલસાડનું ભાડું 206 રૂપિયા અને ટોલચાર્જ 22 રૂપિયા મળી 228 રૂપિયા તેમજ માંડવી (ભૂજ)નું ભાડું 209 રૂપિયા અને ટોલચાર્જ 28 રૂપિયા મળી પેસેન્જર પાસેથી 237 રૂપિયા વસૂલ કરાય છે.

ક્યા બાર રોડ ટોલટેક્સ ફ્રી?
અમદાવાદ-મહેસાણા રોડ, - વડોદરા - હાલોલ રોડ, અ’વાદ-વિરમગામ-માળિયા, હાલોલ-ગોધરા-શામળાજી રોડ, રાજકોટ-જામનગર-વાડીનાર, હિંમતનગર બાયપાસ રોડ, કીમ - માંડવી રોડ, ભુજ - નખત્રાણા રોડ, ડીસા - પાથાવાડા - ગુંદરી રોડ, છાયાપુરી - આરઓબી રેલ, કપડવંજ - મોડાસા રોડ, બગોદરા - બામણબોર રોડ,
આ રસ્તા પર ટોલટેક્સ યથાવત
અમદાવાદ-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ-ઈન્દોર હાઈવે, હજીરા-બારડોલી હાઈવે, રાજકોટ-જૂનાગઢ-પોરબંદર હાઈવે, જૂનાગઢ-સોમનાથ હાઈવે, બામણબોર-સમખીયાળી-કંડલા રોડ
આગળ વાંચો,દૈનિક કેટલા વાહનોને મળશે લાભ અને વિજય રૂપાણીની સામે કેવા-કેવા પડકારો છે. ક્લિક કરો આગળની સ્લાઇડ
X
મંગળમંગળ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી